અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સોને એલસીબીએ 2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂૂપિયા રોકડ રકમ, મોબાઈલ અને બે બાઈક કબ્જે લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનામાં વધારો થયો હતો. અંતે મંદિરોને નીચાન બનાવતી ગેંગના 6 શખ્સોને એલસીબી ટીમે ઝડપી લીધા હતા.
અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચનાથી એલસીબી પીઆઈ એ.ડી.ચાવડાની રાહબરી હેઠળ ટીમે અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. એલસીબીએ હાલ જસદણના ડોડીયાળા ગામે રહેતા અને મધ્યપ્રદેશના જોબટના બહેડીયાના કમલેશ ઉર્ફે કમીશ ચંદસીંગ બામનીયા (ઉ.વ.22), સાંણથલીમાં રહેતા ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઈ બામનીયા (ઉ.વ.21), લાઠીના માલવીયા પીપરીયામાં રહેતા નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઈ ગાવડ (ઉ.વ.32), વડીયાના બાંભણીયામાં રહેતા બાયસીંગ પારૂૂભાઈ અજનાર (ઉ.વ.28), વડીયાના બાંભણીયામાં રહેતા સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા (ઉ.વ.30) અને લાઠીના માલવીયા પીપરીયામાં રહેતા સુરેશ કાળીયાભાઈ ઉર્ફે કાળુભાઈ બામનીયા (ઉ.વ.20)ને ઝડપી લીધા હતા. એલસીબી ટીમે આ ગેંગ પાસેથી રૂૂપિયા 70,000ની રોકડ રકમ, 45 હજારના મોબાઈલ અને બે બાઈક મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહીં અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
ગુગલ મેપમાં ગામ બહાર આવેલા મંદિરોનું લોકેશન સર્ચ કરતા પડકાયેલા શખ્સો ગુગલ મેપમાં ગામ બહાર આવેલા જુદા જુદા મંદિરોના લેકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરી મંદિરોની રૈકી કરતા હતા. ગુગલ મેપના લોકેશન પર સાગરીતોને મોકલતા હતા. બાદમાં બાઈક લઈને જતા અને મંદિરે ચોરી કરવાનું નક્કી કરતા હતા. જગ્યાએ લોકેશનના આધારે ભેગા થઇ રેકી કરેલી મંદિરોમાં ચોરી કરતા હતા.
