શિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરી

  જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા…

 

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા 1,31,000ની કિંમતના સોનાનું બિસ્કીટ, નેકલેસ, હાર, બંગડી, સહિતના આભૂષણોની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ ઓડીશા રાજ્યના વતની અને હાલ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રાધેશ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 402 માં રહેતા તેમજ શિક્ષિકા તરીકે નોકરી કરતા ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ રાજવંશી કે જેઓએ પોતાના ફ્લેટમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા 1,31,000 ની માલમતા ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ તેમના બંધ ફલેટના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ કબાટમાં રાખેલી સોનાની બંગડી, સોનાના બે નેકલેસ, બે હાર, સોનાનું નાનું બિસ્કીટ વગેરે આભૂષણો ની ચોરી કરી લઈ ગયા હતા. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદ લઈને તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *