તમામ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, મનપાની ફૂડ શાખાના દરોડાથી બજારમાં ફફડાટ
જામનગર મહાનગરપાલિક ની ફૂડ શાખા દ્વારા શહેર ની 12 હોટલો માંથી પનીર ના નમુના જ્યારે જી. જી. હોસ્પિટલ ના રસોડા માંથી ખાદ્ય ચીજોના 10 નમુના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર ની 12 હોટલ માંથી પનીર ના નમૂના લેવાયા છે તેમાં પેલેજ વેજ ટ્રેટ (મલ્ટી ક્યુસીમ રેસ્ટોરન્ટ), પ્રસાદમ રેસ્ટોરન્ટ , ન્યુ શ્રી રામ ડેરી રેસ્ટોરન્ટ, હોટલ કલ્પના ,રાજભોગ રેસ્ટોરન્ટ , હોટલ આસોપાલાવ ઇન , રેડ ચીલી પાર્સલ પોઈન્ટ ,મદ્રાસ હોટેલ , સેલીબ્રશન હોટેલ શ્રીજી , જેઠાલાલ રેસ્ટોરન્ટ. અને.આતિથ્ય રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરકારી જીજી હોસ્પિટલના રસોડામાંથી ખાદ્ય ચીજોના 10 નમૂના લેવાયા હતા.જેમાં દેશી ચણા શાક(લુઝ) , કોબીઝ બટેકા શાક., મગ રસવારુ શાક ભાત(લુઝ) રોટલી(લુઝ) , સિંગતેલ (તિલક બ્રાંડ કં.પેક) દૂધ (કાવેરી બ્રાંડ) , તુવેર દાર , પ્યોર ઘી(અમુલ બ્રાંડ કં.પેક) અને શુધ્ધ દેશી ગોળ (રાજમણી બ્રાન્ડ.કં.પેક) નો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
—
