ગોંડલમાં જુગાર રમતા રાજકોટના શખ્સ સહિત છ જુગારી ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ…

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂૂ. 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, ગોંડલના વેરી દરવાજા પાસે આવેલા ’બેઠી ધાબી’ વિસ્તારમાં દિલાવર ઉર્ફે દિલો કાદરભાઈ ઠેબા પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગંજીપાના વડે ’તીનપત્તી’નો જુગાર રમતા દિલાવર ઉર્ફે દિલો કાદર ઠેબા (રહે. ગોંડલ), રવિ ભુપત દુદાણી (રહે. મોવિયા), અશોક સંભુ જોટંગીયા (રહે. રાજકોટ), મનોજ મેરામણ સુવા (રહે. ઉપલેટા), ઉમેશ પરબત ચંદ્રવાડિયા (રહે. ઉપલેટા) અને મયુર પીઠા સુવા (રહે. ઉપલેટા) ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દિલીપ ઉર્ફે મુન્નો જેન્તી ભાલાળા (રહે. ગોંડલ) હાજર મળી આવ્યો ન હતો, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂૂ. 70,500/-, ચાર મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 40,000/-) અને બે મોટરસાયકલ (કિંમત રૂૂ. 80,000/-) સહિત કુલ રૂૂ. 1,90,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરી LCBના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી. ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, અજઈં બાલકૃષ્ણ ત્રિવેદી, ઈન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલ ગુજરાતી, ઇંઈ ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદસિંહ જાડેજા, રણજીતભાઈ બોરડ, શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *