જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા…

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ તૂટતા જ 108 ની ટુકડીને જાણ કરી હતી. જે ટીમે ઘરે આવીને નિલેશ યાદવને નીચે ઉતારી ચેક કરતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રાજકુમાર ચૌધરી પ્રસાદ યાદવે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એમ એચ મહેતા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *