ધ્રાંગધ્રામાં તબીબને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર પોલીસમેન સહિત છ પકડાયા

બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના…

બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો ઈંઇ પોલીસ કર્મચારી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડની ખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી, ગુનામાં વપરાયેલી 2 ફોર વ્હીલ કાર (કિંમત રૂૂ. 10,00,000) અને 5 મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 30,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઘટના 11 માર્ચ, 2026ના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બની હતી. ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ (ઉંમર 56) અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845)માં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો, જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. આરોપીઓએ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઊભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડોક્ટર શાહે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845) ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા) અને કેતનકુમાર હસમુખભાઈ રાવલ (રહે. હિંમતનગર)ને બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે. વાઘેલા અને તેમની ટીમે તાત્કાલિક રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (કિંમત રૂૂ. 5,00,000), મારુતિ બ્રેઝા ગાડી (GJ.09.BG.2537,, કિંમત રૂૂ. 5,00,000) અને અંગઝડતીમાંથી મળેલા 2 મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 10,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *