જામનગરમાં ચાલુ બાઇકમાંથી સાપ નીકળતાં અફરાતરફી

જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે એક વાગ્યા ના અરસામાં એક હીરો હોન્ડા બાઇક ની બેટરીના બોક્સ માંથી સાપ નીકળતાં હોન્ડા ચાલક બાઇકને…

જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે એક વાગ્યા ના અરસામાં એક હીરો હોન્ડા બાઇક ની બેટરીના બોક્સ માંથી સાપ નીકળતાં હોન્ડા ચાલક બાઇકને રસ્તા વચ્ચે ઉભૂં રાખીને સાપને બેટરી બોક્સ માંથી બહાર કાઢવા લાગી ગયો હતો.

આ ઘટના જોઇને ત્યાંથી પસાર થનારા અન્ય રાહદારી તેમજ તથા વાહન ચાલકો અને 112 નંબર ની પોલીસ વેન પણ માર્ગ પર રોકાઇ ગઇ હતી. આખરે મહા મહેનતે સાપ બેટરી ના બોક્સ માંથી બહાર નીકળતાં જ વાહન માલિકે હિમ્મત દાખવી ને ચપળતા પૂર્વક તેના હાથેથી સાપ ને પકડી લીધો હતો, અને માર્ગ થી થોડે દુર બાવળ ની ઝાડી માં મુક્ત કરવામાં આવ્યો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

આ ઘટના સમયે ત્યાંથી પસાર થનાર એક રાહદારીએ પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો, અને તે વિડિયો આજે શહેરભરમાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *