મેટોડા નજીક આવેલા નગરપીપળીયા ગામે રહેતી સગીરાને છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સગીર પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડા નજીક આવેલા કાલાવડના નગરપીપળીયા ગામે રહેતી સુનિતાબેન ભીમસિંગભાઈ પંચાયા નામની 15 વર્ષની સગીરા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં સગીરાને બાળકો રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો જેથી માતાના ઠપકાથી માઠું લાગતા સગીરાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવવામાં લોધીકાના અભેપર ગામે રહેતા રાકેશ સરદારભાઈ વાસકેલ નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બાલાસર ગામે માધાભાઈની વાડીએ હતો ત્યારે રાકેશએ મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
