ભાવનગરના 21 કરોડના સાયબર ફ્રોડના છ આરોપીને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કર્યા

ભાવનગરમાં 21 કરોડ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે સંડોવાયેલા 8 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરનો આ પ્રથમ અને રાજ્યનો બીજો…

ભાવનગરમાં 21 કરોડ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે સંડોવાયેલા 8 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરનો આ પ્રથમ અને રાજ્યનો બીજો કિસ્સો છે.
ભાવનગર જિલ્લા પોલીસ વડા (જઙ) હર્ષદ મહેતા દ્વારા સાયબર ગુનેગારો વિરુદ્ધ રાજ્યની અત્યાર સુધીની સૌથી કડક ગણાતી કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરમાં આચરવામાં આવેલા 21 કરોડ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે સંડોવાયેલા 8 શખ્સો વિરુદ્ધ ’ગુજસીટોક’ (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક લગાડવામાં આવ્યો હોય તેવો ભાવનગરનો આ પ્રથમ અને રાજ્યનો બીજો કિસ્સો છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ ટોળકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દસ્તાવેજો મેળવી તેમના નામે બેંકમાં ’મ્યુલ એકાઉન્ટ’ (ભાડાના ખાતા) ખોલાવતી હતી. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. અત્યાર સુધીમાં આ ખાતાઓ મારફતે અંદાજે 21 કરોડ રૂૂપિયાથી વધુની રકમની હેરાફેરી થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસે આ સંગઠિત ગુનાખોરીમાં સામેલ 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા બાદ વધુ તપાસ અને રિમાન્ડ માટે રાજકોટ સ્પેશિયલ કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 2 મુખ્ય આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *