દુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજા

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ઉપરાંત ગુનામાં તેને સાથ આપનાર…

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ઉપરાંત ગુનામાં તેને સાથ આપનાર બહેન-બનેવીને પણ ગુનેગાર ઠેરવીને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.સગીરાને બહેનના ઘરે રાખીને દુષ્કર્મ આચર્યું હતુહકીકતમાં ભાવેશ રાઠોડ નામના આરોપીએ વિજાપુરની સગીરાને લગ્નની લાલચ આપીને ભરૂૂચ બસ સ્ટેન્ડ મળવા બોલાવી હતી. જ્યાંથી તે સગીરાને ભગાડીને પોતાની બહેન કોમલ અને બનેવી કિશનના ઘરે લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ ભાવેશ અવારનવાર શરીર સબંધ બાંધતો હતો. આ મામલે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ સમગ્ર કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકાર પક્ષે 11 સાક્ષીઓના નિવેદન ઉપરાંત 48 જેટલા લેખિત પુરાવા રજૂ કર્યા હતા. આ સિવાય ઋજક રિપોર્ટ, મેડિકલ સર્ટીફિકેટ અને ટેક્નિકલ પુરવા મૂકીને સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીક્ટ જજે ત્રણેય આરોપીઓને 20-20 વર્ષની કેદ ઉપરાંત 63,500 રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય પીડિત સગીરાને 3 લાખ રૂૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *