એક મહિનામાં ચોથી ઘટના, શ્ર્વાનોને પીંજરે પૂરવા લોકોની માંગ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનો નો આતંક સામે આવતો જોવા મળ્યો છે. અને એક બાળકનો ફરી ભોગ લેવાયો છે. જાણવા મળતી વિગતો મુજબ ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં છેલ્લા એક મહિનાથી રખડતા સ્વાન ને જાણે માનવ માસ મગજમાં ખુંચી ગયુ હોય તેમ ખેત મજુર ના બાળકોને એક પછી એક શિકાર બનાવતા જાય છે.
એક મહિનામાં ચોથી ઘટના સામે આવતી જોવા મળી રહી છે. વડિયાએ વસવાટ કરી ખેત મજૂરી કરતા ખેત મજુર પરીવાર બારીયા મગનભાઈ ચીમનભાઈના દિકરો અને દિકરી બંને રમી રહ્યા હતા અને તેમના પિતા પાણી વાળી રહ્યા હતા ત્યારે માનવભક્ષી શ્વાનો આવી જતા દીકરા રોમિત ને બાચકા ભરીનેઉપાડી ગયા જયારે દિકરી બીકથી બેરલ માં કૂદી જતા દિકરા રોમિત ઉંમર વર્ષ સાતનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાથી સમગ્ર પંથક માં ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ માનવભક્ષી શ્વાનો ને ક્યારે પકડી ને પીજરામાં પુરવા આવશે કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી છે ?
આવા વેધક સવાલો ખેત મજૂરો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ માનવભક્ષી શ્વાનો એ બે બાળકોના ભોગ લીધા છે અને બે બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારે હવે ખાન ખીજડીયા ગામમાં ખેત મજુર પરિવારો પર જાણે શ્વાનોનો આતંક છવાતો હોય તેમ એક પછી એક બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર તુરંત કાર્યવાહી કારે તેં ખુબ જરૂૂરી છે.હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે તંત્ર જાગીને આ માનવભક્ષી કુતરાઓને પીજરે પૂરશે કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોશે તેં તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ ખાન ખીજડીયા ગામે બીજા નિર્દોષ બાળકનો ભોગ માનવભક્ષી શ્વાનો એ લીધો છે અને સમગ્ર પંથક માં આ શ્વાનોના આતંક થી ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના મુંજપર ગામે શ્ર્વાને પાંચ બાળકો પર હુમલો કર્યો, ત્રણ ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના મુંજપર ગામમાં એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામની મુખ્ય શેરીમાં રમી રહેલા 5 થી 15 વર્ષની વયના પાંચથી વધુ બાળકોને શ્વાને બચકા ભર્યા હતા. આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાને બાળકોને હાથ અને પગના ભાગે ગંભીર રીતે બચકા ભર્યા હતા. તેમને હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની ટીમો સારવાર માટે તૈનાત હતી. એકસાથે પાંચથી વધુ બાળકોને શ્વાન કરડતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તમામ ભોગ બનેલા બાળકોને હડકવા વિરોધી સારવાર અને રેબિઝની રસી આપવામાં આવી છે. જોકે, તે પૈકી ત્રણ બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને દાખલ રાખી સઘન સારવાર અપાઈ રહી છે. ગામમાં હડકાયા શ્વાનને પકડવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોમાં ચિંતા અને ભય વ્યાપી ગયો છે. હાલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે, પરંતુ ગામમાં હડકાયા શ્વાનના આતંકને કારણે ભયનો માહોલ યથાવત છે.
વેરાવળના તાતીવેલા ગામની સીમમાં ત્રણ વર્ષની બાળા પર દીપડાનો હુમલો
વેરાવળ તાલુકા ના તાતીવેલા સીમમાં દીપડા નો 3 વર્ષની બાળકી પર હુમલો કરી ઉઠાવી ગયો પિકનિક મનાવતા સમયે 50 મીટર દૂર લઈ મૂકી દીધી હતી. બાળકી ગંભીર ઇજાગ્રસ્ત વન વિભાગે દીપડાને પકડવા 4 પાંજરા ગોઠવ્યા છે. તાતીવેલા ગામની સીમમાં શનિવારે મોડી રાત્રે દીપડાએ 3 વર્ષ ની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડો પરિવારની નજર સામે જ ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જોકે, પરિવારજનોએ બૂમરાણ મચાવતાં દીપડો બાળકીને આશરે 50 મીટર દૂર છોડીને નાસી છૂટ્યો હતો. ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા શેબાઝ ખોખર તેમના પરિવારના આશરે 10 સભ્યો સાથે તાતીવેલા ગામ નજીક સંબંધી સતાર ઇબ્રાહીમ સયાજીની વાડીએ રોકાયા હતા.બાળકી અરફા શેબાઝ ખોખર (ઉંમર 3 વર્ષ) તેની માતા સાથે બહાર હતી. માતા લઘુશંકા માટે ગઈ હતી ત્યારે બાળકી નજીકમાં જ હતી. અચાનક ઝાડીમાંથી દીપડો બહાર આવ્યો અને બાળકીને મોઢામાં પકડીને દોડી ગયો. પરિવારજનોએ બૂમરાણ મચાવતા દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે અને બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. દીપડો ફરીથી કોઈને ઇજા ન પહોંચાડે તે માટે વન વિભાગે વિશેષ સતર્કતા દાખવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
