જામકંડોરણામાં શ્ર્વાને હુમલો કરતા સાત વર્ષનાં બાળકનું મોત

જામકંડોરણામા 7 વર્ષના માસૂમ બાળકને કુતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે હ્દય માં કંપારી છૂટી જાય તેવું મોત નિપજયું. ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો…

જામકંડોરણામા 7 વર્ષના માસૂમ બાળકને કુતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે હ્દય માં કંપારી છૂટી જાય તેવું મોત નિપજયું. ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી કૂતરાના હુમલાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં ત્રણ નાના ભુલકાઓ સમી સાંજે કુદરતી હાજતે ગયા હતાં ત્યાં ઓચિંતા રખડતાં કુતરાએ આ 7 વર્ષ ના રવી નામના બાળક પર જીવલેણ હુમલો કરતાં બાળકનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું હતો.

જામકંડોરણામા આ કૂતરાઓનો હુમલો એટલો ભયાનક હતો કે કૂતરાઓએ બાળકને ગળાના ભાગે માથાં ના ભાગે તીક્ષ્ણ દાંતથી બચકા ભરીને શરીરને પીંખી નાખ્યું હતું. આ વિસ્તારના લોકોએ તાત્કાલિક જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલા જ રખડતાં કુતરાનો ભોગ બનનાર માસુમ બાળકે પોતાના અંતિમ શ્વાસ લઈ લીધાં હતાં આ બાળકના સ્વજનો કરુણતા ભરેલા રૂૂદનથી થી જામકંડોરણા સરકારી દવાખાનામાં ગમગીની છવાઇ ગઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *