પોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’

રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરત ગઢવીના મર્ડર કેસમા તાજના સાક્ષી રહેલા રમેશ દેવરાજભાઇ ગજેરા (રહે. ગોકુલપાર્ક, શેરી નં 3, કોઠારીયા ગામે) પર અઠવાડીયા પહેલા પોલીસમેનના…

રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરત ગઢવીના મર્ડર કેસમા તાજના સાક્ષી રહેલા રમેશ દેવરાજભાઇ ગજેરા (રહે. ગોકુલપાર્ક, શેરી નં 3, કોઠારીયા ગામે) પર અઠવાડીયા પહેલા પોલીસમેનના મર્ડરના આરોપી રાજો જાડેજા તેમજ તેમના સાગ્રીત ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સે હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસના પીઆઇ સરવૈયા અને તેમની ટીમે આરોપીને પકડી લીધા હતા. ત્યારે આજે આરોપીનો વિસ્તારમા ‘વરઘોડો’ કાઢતા લોકોના ટોળા જોવા એકત્ર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *