મહાનગર પાલિકાના નિવૃત્ત કર્મી બસપોર્ટમાં સિક્ટોરિટી ગાર્ડની નોકરી કરે છે
ઢેબર રોડ પર એસટી બસ પોર્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં મનપાના નિવૃત કર્મચારી પોતાની ફરજ પર હતાં ત્યારે પ્લેટફોર્મ નંબર-3માંથી રિવર્સમાં અચાનક આવેલી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.
વધુ વિગતો મુજબ, બાબરીયા કોલોનીમાં રહેતાં નરેન્દ્રસિંહ માધુભા વાઘેલા (ઉ.વ.65) મનપામાંથી નિવૃત થયા બાદ હાલ એસટી બસ પોર્ટ ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ ગઇકાલે બપોરે અઢી આસપાસ પ્લેટફોર્મ નં. 3 પાસે પોતાની ફરજ પર હતાં ત્યારે ડ્રાઇવરે અચાનક જ બસ રિવર્સમાં લેતાં પાછળ નરેન્દ્રસિંહ ઉભા હોઇ તે ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને કરી હતી.નરેન્દ્રસિંહ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે.
