રેલનગરમાં મામાના ઘરે આંટો મારવા ગયેલા યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

હોસ્પિટલમાં નોકરી કરતાં યુવાનના આપઘાતનું કારણ જાણવા તજવીજ રાજકોટમાં રેલનગરમાં મામાના ઘરે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણે પોતાના મામાના…

હોસ્પિટલમાં નોકરી કરતાં યુવાનના આપઘાતનું કારણ જાણવા તજવીજ

રાજકોટમાં રેલનગરમાં મામાના ઘરે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણે પોતાના મામાના ઘરે પગલું ભર્યું હતું.તે અહીં સિનર્જી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને અહીં રૂૂમ રાખી રહેતો હતો.ગાંધીગ્રામ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર,માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રેલનગરમાં સદગુરુ પાર્કમાં મામાના ઘરે જનક નીતિનભાઈ રાઠોડ (ઉ.23)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી ઝુબેરભાઈએ સ્થળ પર જનકને મૃત જાહેર કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.

પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, જનક મૂળ સાવર કુંડલાનો વતની છે. તેનો પરિવાર સાવર કુંડલા રહે છે. પોતે અહીં એકલો રાજકોટમાં ભાડાની રૂૂમ રાખી રહેતો હતો અને સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.મૃતક બે ભાઈમાં મોટો હતો.ગઈકાલે તે મામાના ઘરે ગયો અને બાદમાં આ પગલું ભર્યું હતું.તેણે ક્યાં કારણે આપઘાત કર્યો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *