ક્રાઇમ
ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે. સેન્ટ્રલ GSTઇન્ટેલિજન્સ સુત્રોએ અમદાવાદના ઓઢવમાં ચેતન મેટલ વર્કસના માલિક પ્રદ્યુમનસિંહ હમીરસિંહ ચાવડાની ધરપકડ કરી છે.
પ્રદ્યુમનસિંહ ચાવડા એક ટકા કમિશનના બદલામાં નકલી બિલ બનાવતા હતા. અમદાવાદમાં મેટલ સ્ક્રેપનો ધંધો કરતા ચાવડાએ આ રીતે રૂૂ. 50 કરોડનો GSTઉઘરાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રઘુમ સિંહની ચેતન મેટલ માત્ર કોઈને સામાન પહોંચાડતી નહોતી. ખોટા બિલો બનાવીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હતી. ચાવડાની ધરપકડના એક દિવસ બાદ પ્રદ્યુમન સિંહની કરોડોની કરચોરીનો પર્દાફાશ થતાં રિમાન્ડ પર લેવાયા છે.
સેન્ટ્રલ GSTઇન્ટેલિજન્સ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડીને કરોડો રૂૂપિયાની GSTચોરી શોધી કાઢી છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ કમલેશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને દરમિયાન ચાવડાનું નામ સામે આવ્યું છે.
પ્રદ્યુમનસિંહ ચાવડા માત્ર અમદાવાદ એટલું જ નહીં ગુજરાતભરના અનેક વેપારીઓને એક ટકા કમિશન મેળવવા માટે બનાવટી બિલો આપીને કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે કબજે કરેલા દસ્તાવેજોના ચોપડે જે વેપારીઓના નામ આવ્યા છે તે પણ તેમાં છે. સેન્ટ્રલ GSTઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ GSTઇન્ટેલિજન્સ અધિકારીઓએ જણાવ્યું છે કે મેટલ સ્ક્રેપનો વેપાર કરતા ઘણા વેપારીઓ પણ આ રીતે ખોટા બિલ બનાવીને કરોડો રૂૂપિયાના ૠજઝની ઉચાપત કરતા હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ GSTઇન્ટેલિજન્સ અધિકારીઓને આવા ઘણા વેપારીઓ વિશે માહિતી મળી છે. આ કેસની તપાસ ચાલી રહી છે તેથી વધુ ધરપકડ થવાની શક્યતા છે.
ક્રાઇમ
92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ!
સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને જુનાગઢના યુવાને સુરતમાં રહેતા 92 વર્ષના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ઘટનામાં સુરત પોલીસે એક ટોળકીને ઝડપી લીધી હતી.જેમાં સુરત રહેતા અને મુળ જુનાગઢના પાર્થ ગોપાણીનું નામ ખોલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પાર્થ હાલ સુરતના કડોદરા વિસ્તારમાં રહે છે. તેમજ બી.કોમ સુધીનો અભ્યાસ ર્ક્યો છે. ત્યાર બાદ તેમને દોઢ વર્ષ પહેલા વિદેશમાં નોકરી મળી ગઇ છે. તેમ કહી ઘરેથી કંબોડીયા ચાલ્યો ગયો હતો. હાલ તેમના પરિવારજનો પણ આ ડીજીટલ અરેસ્ટમાં પાર્થનું નામ ખુલતા તેઓ અજાણ હતા.
આ ઘટનામાં 92 વર્ષના વૃદ્ધને આ ઘટનાની ક્ષણે ક્ષણ યાદ હતી અને પોલીસે વૃદ્ધને તેમજ સ્કેટ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાને બોલાવીને પાર્થનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ પણ જણાવ્યું હતું કે, પાર્થ હાલ તે કમ્બોડિયામાં હોવાની માહિતી મળી રહી છે. હોસ્પિટલમાં દાખલ હોવા છતાં વૃદ્ધે મુખ્ય આરોપી પાર્થના ચહેરાનું સૂક્ષ્મ વર્ણન સાફ શબ્દોમાં સ્કેચ નિષ્ણાતને જણાવ્યું હતું. આરોપી અંગે એક-એક જાણકારી હોસ્પિટલના બેડ પર બેસીને એક્સપર્ટને આપી હતી.
લગભગ એક કલાકમાં આ સ્કેચ તૈયાર થઈ ગયું હતું અને સ્કેચ તૈયાર થયા બાદ જ્યારે વૃદ્ધને દેખાડ્યું તો તેઓએ કહ્યું કે, આ સ્કેચ આરોપીના ચહેરા સાથે 90 ટકા મેળ ખાય છે. સ્કેચ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાએ જણાવ્યું કે, વૃદ્ધની ઉંમર ભલે 92 વર્ષ છે પણ તેમનું મગજ એકદમ તેજ હતું. તેઓએ આરોપીનું એકદમ બારિકાઈથી વર્ણન કર્યું હતું. વૃદ્ધે 1 કલાક સુધી ખૂબ જ શાંતિપૂર્વક આરોપીનો હુલિયો વર્ણવ્યો હતો. સ્કેચ આશરે 90 ટકા આરોપીના ચહેરા સાથે મેળ ખાતું હતું.
ક્રાઇમ
લાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા
કલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ કશનાભાઇ સુથારીયા આજે તેની ચેમ્બરમાં જ એક ખેડુત પાસેથી રૂા.10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા.
સર્કલ ઓફિસર કમ નાયબ મામલતદાર સુથારીયાએ ખેડુત પાસેથી સરકારી પડતર જમીન ખેતી માટે આપવાની અરજી સ્વીકારવા રૂા.1 લાખની લાંચ માંગી હતી અને એક સાથે લાંચ આપી ન શકે તો રૂા.10-10 હજારના માસીક હપ્તા કરી આપ્યા હતા.
આ પૈકી રૂા.10 હજારની લાંચ સર્કલ ઓફિસર રાકેશ સુથારીયા તેની ચેમ્બરમાં જ સ્વીકારતા એસીબી પંચમહાલ અને ગોધરાની ટીમે ઝડપી લીધા હતા.
ક્રાઇમ
સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી સરફરરાઝ રજાકભાઇ ભટ્ટી નામના શખ્સનું નામ આપતા તેમની સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમની 16 વર્ષની પુત્રી મોબાઇલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી હોય જેમાં સ્નેપચેટ થકી સરફરાઝનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ બન્ને એક બીજા સાથે વાત ચીત કરતા હતા અને સરફરાઝે સગીરાને ભોળવી તેમના ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ સગીરાના ફોટા આરોપીએ સગીરાને મોકલી વાઇરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધબાંધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ ગભરાયેલી સગીરાએ સમગ્ર હકીક્ત તેમની માતાને જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આરોપી સરફરાઝની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
-
રાષ્ટ્રીય14 hours ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
ગુજરાત1 day ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
કચ્છ5 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત1 day ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
ક્રાઇમ1 day ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત1 day ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત1 day ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ગુજરાત1 day ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ