ગુજરાત
બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરી
આ વર્ષે બોર્ડની પરિક્ષાઓ વહેલી અને દિવસો ઓછા; નિર્ભર શળા સંચાલક મંડળની શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત
દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું જાહેર કરવામાં આવેલું છે. શૈક્ષણિક વર્ષ 2024-25 જૂન 2024માં શરૂૂ થયા બાદ રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના તેમજ જન્માષ્ટમી પછીના દિવસોમાં અતિવૃષ્ટિના કારણે લગભગ 15 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેલું. ત્યારે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી અમુક શાળાઓમાં ચાલી રહેલા શિક્ષણ કાર્યમાં વાલીઓ, શિક્ષણ વિભાગ તેમજ વિદ્યાર્થી સંગઠનોને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અખબારી યાદીમાં જણાવે છે કે આ વર્ષે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા ગયા વર્ષની સરખામણીએ લગભગ 15 દિવસ વહેલી લેવાનું નક્કી કરેલ હોવાથી વિદ્યાર્થીઓના લગભગ 25 જેટલા શૈક્ષણિક દિવસો બગડેલા છે. ત્યારે સ્વનિર્ભર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણના વિશાળ હિતમાં દિવાળીની પછીની રજાના દિવસોમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાલીઓની પૂર્વ સંમતિ સાથે અને ફક્ત હાજર રહેતા વિદ્યાર્થીઓને રિવિઝન અથવા ડાઉટ સોલ્વિંગ કરવાના ઉદ્દેશ્યથી કોઈ પણ પ્રકારના દબાણ સિવાય શાળામાં બોલાવવામાં આવે છે. આ વધારાના શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી વસુલવામાં આવતી નથી.
શિક્ષકો પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પોતાના વેકેશનના ભોગે વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવે છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વધારાના શિક્ષણ કાર્ય માટે અનુમતિ આપવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને શહેરની અનેક શાળા સંચાલકોની હાજરીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું. રાજ્ય સરકાર પણ 240 થી 245 દિવસનું શિક્ષણ કાર્ય હોવું જોઈએ તેવો આગ્રહ રાખે છે. ત્યારે આ વધારાના દિવસોમાં વિદ્યાર્થીઓને નહીં ભણાવવામાં આવે તો 193 દિવસ શિક્ષણ કાર્ય ચાલુ રહેશે અને અંતે વિદ્યાર્થીઓને જ સહન કરવાનું આવશે. ત્યારે ફરી એક વખત શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારો દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થી સંગઠનો તેમજ સરકારી અધિકારીઓને નમ્ર અપીલ કરે છે કે શિક્ષણના વિશાળ હિતમાં હાલમાં ચાલી રહેલા વધારાના શિક્ષણ કાર્યને અનુમોદના કરવામાં આવે.
ગુજરાત
ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ફાયર સ્ટાફ દ્વારા પાણીમાંથી વૃદ્ધના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાવણા ગામે રહેતા બેચરભાઈ નાગાણી સવારે ઘરેથી ખેતરે ખેતી કામ કરવા જતાં સમયે તળાવ ના કાંઠે સેવાળમાં પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. બનાવ અંગે રાવણા ગામના સરપંચ વિનુભાઈ પોશિયાએ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર તથા ધારાસભ્યનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જાણ કરતા તેમણે ફાયર સ્ટાફને જાણ કરી હતી.
ફાયર સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ બેચરભાઈ ડૂબી જવાથી મૃત્યુ નિપજતાં તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્યસિંહ, સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનો રાવણા દોડી જઇ મૃતક નાં પરીવાર ને સાંત્વના પાઠવી હતી.
મૃતક બેચરભાઈ ઉકાભાઈ નાગાણી રાવણા ગામે રહી ખેતીકામ કરતા હતા. પરિવારમાં દીકરો, દીકરી હોવાનું જાણવા મળ્યું હતુ.
મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને સુલતાનપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ દવેરાએ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
નાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળી
ધંધાર્થીની અટકાયત: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા
જામનગરમાં નાગેશ્વર રોડ પર રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર એલસીબી ની ટુકડીએ દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો, અને 59 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે અન્ફય બે સપ્લાયરને ફરારી જાહેર કરાયા છે.જામનગરના નાગેશ્વર રોડ પર વિકાસ બેટરીવાળી ગલીમાં રહેતા દિવ્યરાજસિંહ જીતુભા પરમાર નામના શખ્સના રહેણાંક મકાનના ઇંગલિશ દારૂૂ નો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાંથી 59 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂૂપિયા 28,600 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ કબજે કરી લઇ દારૂૂના ધંધાર્થી મકાન માલિક દિવ્યરાજસિંહ પરમાર ની અટકાયત કરી લીધી છે.જેની પૂછપરછ દરમિયાન દારૂૂ સપ્લાય કરવામાં જામનગરના નિતીન દેવશીભાઈ પરમાર તેમજ લાલજી મનસુખભાઈ મકવાણાના નામ ખુલ્યા હતા, જે બંને આરોપીઓને પોલીસે ફરારી જાહેર કરી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.
ગુજરાત
ઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇ
ખનીજ ચોરી માટે સ્વર્ગ ગણાતા ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીના બનાવો બેફામ રીતે બની રહ્યા હોય ત્યારે ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણીની મોરબી ખાતે બદલી થતા તેમના સ્થાને મોરબીના નિખિલ એચ. મહેતા કે જેઓએ ચાર્જ સાંભળ્યાના માત્ર બે દિવસમાં જ અડધા કરોડ કરતાં વધારે ગેર કાયદેસર ખનીજ સાથે સાત જેટલા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉપલેટા શહેરના કોલકી બાયપાસ પાસે પોરબંદર હાઇવે પર વહેલી સવારે નવનિયુક્ત મામલતદાર નિખિલ એચ. મહેતાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મામલતદાર મહેતા તથા તેમની ટીમ દ્વારા પ્રથમ ટ્રક નંબર જીજે 25 ઈ 7777 ને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમ સ્ટોન 20 ટન મળી આવેલ ત્યારબાદ બીજા ટ્રક નંબર જીજે 10 ઝેડ 8951, ત્રીજા ટ્રક નંબર જીજે 3 એએક્સ 7598 જેમાં 20 ટન લાઈમ સ્ટોન તેમજ ચોથી ટ્રક નંબર જીજે 10 એક્સ 8818લષ 10 એક્સ 88 18 જેમાં પણ 20 ટન લાઈમ સ્ટોન ભરેલ હોય તેમજ તમામ ટ્રકોમાં 80 ટન લાઈમ સ્ટોનની પાસ કે પરમિટ ન હોવાથી ચારેય ટ્રક ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન (બેલા – પથ્થર) નું ગેરકાયદેસર રીતે વહન કરતા હોવાથી 80 ટકા પથ્થર બેલા જેની કિંમત ₹ 4.00.000 તેમજ ચાર ટ્રક કિંમત 39 લાખ મળી કુલ 43 લાખ રૂૂપિયાના જથ્થાને સીઝ કરી રાજકોટ ખાણ ખનીજ વિભાગને જાણ કરે ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવેલ હતો. બેફામ બનેલા ખનીજ ચોરો ગેરકાયદેસર લાઈમ સ્ટોન વહન કરવા માટે અને મામલતદારની આવક જાવકની ગુપ્ત માહિતી પૂરું પાડતા શખ્સો ઉપર પણ મામલતદાર નિખિલ મહેતા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નંબર પ્લેટ વગરની એક સ્વીફ્ટ કાર અને એક મોટરસાયકલને પણ પોલીસે ઝડપી લીધું હતું. આ તમામ 53 લાખ જેવો કુલ મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
ઉપલેટા મામલતદાર નિખિલ એચ. મહેતા નવનીયુક્તિના હાજર થયાના બે દિવસમાં જ અડધા કરોડ કરતાં પણ વધારેની ગેરકાયદેસર ખનીજ ચોરી જપ્ત કરીને સરકારની તિજોરીમાં જમા કરાવી હતી તેમજ ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા બે વર્ષમાં આગળના મામલતદાર મહેશ ધનવાણી દ્વારા રૂૂ. 6 કરોડ કરતાં પણ વધુ મુદ્દામાલ ખનીજ ચોરી સાથે જપ્ત કરી સરકારની તિજોરીમાં જમા કરાવતા સરકારને આવક થઈ હતી. મામલતદાર નિખિલ મહેતા દ્વારા માત્ર બે દિવસમાં જ સતત ગેરકાયદેસર વહન કરતા ખનીજ ચોરી અટકાવી અડધા કરોડ કરતાં પણ વધારે રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરી કરતા માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ગઈકાલે પણ રાતના ખાખી જાળીયા રોડ પર મામલતદાર નિખિલ મહેતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન દ્વારકાધીશ પેટ્રોલિયમ પાસે 40 ટન સાદી રહેતી ભરેલ ટ્રક નંબર જીજે 13 એ ડબલ્યુ 6116 નંબરના ડમ્પર ટ્રકની તપાસ કરતા ડ્રાઇવર મળી આવેલ ન હોય જેમાં દસ લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને સ્થાનિક ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.માત્ર બે દિવસમાં જ 63 લાખ કરતા પણ વધારે નો મુદ્દામાલ સીઝ કરતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
-
રાષ્ટ્રીય2 days ago
સેન્સેક્સમાં 1100, સોનામાં 1900 અને ચાંદીમાં 3500નો કડાકો
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ગુજરાત2 days ago
હીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયું
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય23 hours ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
-
ગુજરાત19 hours ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો