કાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણ

નવાગામના બનાવ અંગે પાડોશમાં રહેતા યુવાન સામે ફરિયાદ નોંધાઇ કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી,…

નવાગામના બનાવ અંગે પાડોશમાં રહેતા યુવાન સામે ફરિયાદ નોંધાઇ

કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી, દરમિયાન ગત તા.2.11.ના રોજ તેના વતનનો યુવાન સગીર યુવતિને વાલીપણામાંથી અપહરણ કરી જતા યુવક સામે ફરિયાદ નોંધાઇ છે.


સંતરામપુર પંથકનો શ્રમિક પરિવાર ખેત મજૂરી અર્થે નવાગામ વિસ્તારમાં આવેલ તે દરમીયાન પાડોશમાં ભાગ રાખીને રહેતા વિકાસ શંકરભાઇ બામણીયા રહે. દોરી લીમડાગામ, તા. સંતરામપુરવાળા સાથે સગીરા પરિચયમાં આવી હતી અને 2 નવેમ્બરના રોજ વિકાસ બામણીયાને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં સગીરાના પરિવારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી વિકાસ બામણીયા અને સગીરા એકબીજાને ઓળખતા હતા. બંને વચ્ચે કઈ રીતે પરિચય થયો અને આરોપીએ સગીરાને કઈ રીતે લલચાવી હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.સગીરાને ક્યાં લઈ જવામાં આવી છે તે અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *