પડતર પ્રશ્ર્ને સફાઇ કામદારોની મનપામાં નારેબાજી

રાજકોટ કામદાર યુનિયન દ્વારા અનેક મુદ્દાઓની માંગ કરી મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું મનપામાં ફરજ બજાવતા સફાઇ કામદારોએ બાકી રહેલા પડતર પ્રશ્ર્ને આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે નારેબાજી…

રાજકોટ કામદાર યુનિયન દ્વારા અનેક મુદ્દાઓની માંગ કરી મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું

મનપામાં ફરજ બજાવતા સફાઇ કામદારોએ બાકી રહેલા પડતર પ્રશ્ર્ને આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે નારેબાજી કરી બાકી રહેલા પ્રશ્ર્નો અને અમુક નવી માંગ સાથે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવી આગામી દિવસોમાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીકમી આપી હતી.રાજકોટ મહાનગરપાલિકાનું ભવન ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો.બી.આર. આંબેડકરના નામ સાથે જોડાયેલું છે. આ ભવન હેઠળ 5000 થી વધુ અનુસુચિત જાતીના સફાઈ કામદારો અત્યંત નિષ્ઠા અને ઈમાનદારીથી શહેરની સેવામાં કાર્યરત છે. પરંતુ અત્યંત દુ:ખ સાથે જણાવવુ પડે છે કે, જેમના નામ પર આ ભવન છે, તે જ ડો.આંબેડકરના સંવિધાન અને આ સમાજના શ્રમિકોનું પાલિકા તંત્ર દ્વારા શોષણ થઈ રહયુ છે.

કામદાર યુનિયન દ્વારા રજૂઆતમાં જણાવેલ કે, મેડીકલ સર્ટીફીકેટ રદ કરવા બાબતે: મેડીકલ સર્ટીફીકેટના આધારે અપાતા સ્વેચ્છીક રાજીનામાની મેડીકલ સર્ટીફીકેટ રદ કરી અને મેડીકલ રદ થયાના 90 દિવસની અંદર રાજીનામું મંજુર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી. હાજરીની વ્યવસ્થા: દરેક સફાઈ કામદારને તેમની અનુકુળતા મુજબ નજીકની વોર્ડ ઓફીસમાં હાજરી પુરવાની વ્યવસ્થા કરી આપવી. ભરતી પ્રક્રિયા: 532 સફાઈ કામદારોની નવી ભરતીમાં સમાજના તમામ ઉમેદવારને પ્રાથમિકતા આપવી અને સરકારના નિયમ મુજબ 5 વર્ષ ફીકસ પગાર બાદ કાયમી નિમણુંક આપવી. મિત્ર મંડળ અને કોન્ટ્રાક્ટ પથા: મિત્ર મંડળના લીડરોને 20 થી વધુ કામદારોનો કોન્ટ્રાકટ આપવો જેથી મજુરોને કાયદેસરના લાભ મળી શકે. માનદ વેતન પ્રથા નાબુદ કરી લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ.સી. અને બોનસની ચુકવણી કરવી.

તમામ કોન્ટ્રાકટ કામદારોને દિવાળી બોનસ અને બાકી રહેલી ડિફરન્સની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવી. સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી મિત્ર મંડળના તમામ સફાઈ કામદારોને બોનસ આપવામાં આવે. કામના ક્લાકો અને રજા; 4 કલાક પાર્ટ ટાઈમની જગ્યાએ ’ફુલ-ટાઈમ’ 8 કલાક સફાઈ પ્રથા અમલી બનાવવી અને મહીનામાં 4 2જાની વ્યવસ્થા સુનીશ્ચીત કરવી. ભ્રષ્ટાચાર સામે પગલા: સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા કામદારોના કરોડો રૂૂપિયાનું જે કૌંભાડ આચરવામાં આવ્યુ છે, તે બદલ તાત્કાલીક પોલીસ ફરીયાદ નોંધવી અને કામદારોની બાકી રકમ પરત અપાવવી. અન્ય સવલતો: તમામ સફાઈ સૈનિકોને નિ:શુલ્ક સીટી બસ પાસ આપવા રાજકોટ મહાનગરપાલિકાની પ્રીમાયસીસની અંદર અન્ય યુનીયનની જેમ રાજકોટ કામદાર યુનીયનને ઓફીસની ફાળવણી કરવામાં આવે તેમ જણાવ્યુ હતું.

જો ઉપરોક્ત વ્યાજબી અને પડતર માંગણીઓનો ટુંક સમયમાં સકારાત્મક ઉકેલ લાવવામાં નહી આવે, તો રાજકોટ કામદાર યુનીયન દ્વારા કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહી, સંવિધાનના માર્ગ ધરણા, ઉપવાસ અને આંદોલન જેવા કાંતિકારી પગલા લેવામાં આવશે. આ દરમિયાન સર્જાનારી કોઈપણ પરીસ્થીતી માટે સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા તંત્રની રહેશે, તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *