રેલનગર પાસે ભક્તિપાર્ક-2 પલ્સ હોસ્પિટલની સામે રહેતા રોહિત ઉર્ફે રામ અમૃતભાઈ ચૌહાણ(ઉ.વ 30) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનકનગર રાજારામ સોસાયટીમાં રહેતા જલકિત સુરેશભાઈ સાકરીયા(ઉ.વ 22) નું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 11 વર્ષની સુરત ખાતે રહેતો હતો અને ફ્રુટ વેચવાનું મજૂરીકામ કરતો હતો. પિતાના અવસાન બાદ સાતમ આઠમ પહેલા એટલે કે આજથી આઠેક મહિના પહેલા તે સુરતથી રાજકોટ અહીં માતા સાથે રહેવા આવતો રહ્યો હતો. યુવાને બીલખાના શૈલેષભાઈ માંડાણી પાસેથી એકટીવા ખરીદ્યું હતું સાતેક મહિના પહેલા કનકનગરમાં રહેતા જલકિત સાકરીયા સાથે પરિચય થયો હતો બાદમાં બંને મિત્રો બન્યા હોય એકબીજાના ઘરે આવતા જતા હતા.
આ દરમિયાન જલકિત યુવાન પાસેથી તેનું એકટીવા ચલાવવા માટે અવારનવાર લઈ જતો હતો અને પરત આપી દેતો હતો.ગઈ તા. 25/9ના રાત્રીના 11:00 વાગ્યે યુવાનને ગેબનશાપીરની દરગાહ પાસેના રોડ પર મિત્ર જલકીત મળ્યો હતો અને કહ્યું હતું કે, તારું એકટીવા મારે એક દિવસ પૂરતું જોઈએ છે તેમ કહી યુવાનો એક્ટિવા કિંમત રૂૂપિયા 50,000 મિત્ર લઈ ગયો હતો. ત્યારબાદ જલકિત એક્ટિવા પરત આપવા ન આવતા તેને ફોન કરતા હમણાં આપી જઉં છું તેવું કહ્યા કરતો હતો પરંતુ એકટીવા આપ્યું ન હતું.
યુવાને કહ્યું હતું કે એકટીવા નહીં આપે તો ફરિયાદ કરીશ જેથી જલકિતે પણ કહ્યું હતું કે હું પણ ફરિયાદ કરીશ. ત્યારબાદ આ એકટીવા પાછું આપવા અથવા એકટીવાના પૈસા આપી દેવા સમાધાનની વાતચીત જલકીતના મામા સંજયભાઈ સરવૈયા મારફત બે મહિના પૂર્વે થઈ હતી. પરંતુ ત્યારબાદ પણ જલકિતે એકટીવા પરત આપ્યું ન હતું આમ એક દિવસનું કહી આરોપી યુવાન પાસેથી તેની એકટીવા કિંમત રૂૂપિયા 50,000 વાળું લઈ જઇ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હોય જે અંગે યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
