કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલો

શહેરમાં એક વૃધ્ધે કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા રૂૂ. 7 લાખ પરત માંગતા બગસરા રહેતાં તેના સાઢું સહિતનાએ રાજકોટ આવી પૈસા પાછા ન દઇ ઉલટાનું…

શહેરમાં એક વૃધ્ધે કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા રૂૂ. 7 લાખ પરત માંગતા બગસરા રહેતાં તેના સાઢું સહિતનાએ રાજકોટ આવી પૈસા પાછા ન દઇ ઉલટાનું ચેક રિટર્નના કેસ પાછા ખેંચવા માટે માથાકુટ કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ જ સુડે વાસવાણી રોડ પર આરએમસી આવાસ યોજના ક્વાર્ટર નં. 1219માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રાજુભાઇ મેઘજીભાઇ ગોરી (ઉ.વ.69)ની ફરિયાદપ રથી અમરેલીના બગસરા ગામે નવીનનગર લાતી બજારમાં રેહતાં તેમના સાઢુભાઇ હરેશભાઇ છગનભાઇ વાઘેલા, સાઢુના દિકરા સુનિલ હરેશભાઈ વાધેલા અને સાળી મધુબેન હરેશભાઈ વાઘેલા વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
રાજુભાઈ ગોરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2020-સમાં તેમના સાઢુભાઈ હરેશભાઈ છગનભાઈ વાઘેલા (રહે, બગસરા)ને કોરોનાની બીમારીની સારવાર માટે કટકે-કટકે રૂૂ. 7 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ સામે હરેશભાઈએ સિકયુરિટી પેટે ત્રણ ચેક આપ્યા હતા. લાંબો સમય વીતવા છતાં રકમ પરત ન મળતા રાજાભાઈએ ચેક બેંકમાં નાખતા તે રિટર્ન થયા હતા. આ બાબતે રાજકોટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં એક કેસમાં હરેશભાઈને સજા પણ ફટકારવામાં આવી છે. આ વાતનો ખાર રાખી 24મીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે હરેશભાઈ વાઘેલા, તેમના પત્નિ મધુબેન અને પુત્ર સુનીલ રાજુભાઈના ઘરે ધસી આવ્યા હતા.

ત્રણેયએ રાજુભાઈ પર ચેક રિટર્નના કેસ પાછા ખેંચવા દબાણ કર્યું હતું. રાજુભાઈએ પોતાની મરણમૂડી પરત માંગતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી હતી. આરોપીઓ પોતાની સાથે છરી, પાઈપ અને ધોકો લાવ્યા હતા, જેના વડે રાજુભાઈને માથા અને શરીરના ભાગે મુંઢ માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા તેમના સાળી કવિતાબેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલો કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે જો કેસ પાછો નહીં ખેંચો તો જાનથી મારી નાખીશું. ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ. ચૌહાણે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *