‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યા

  પોલીસમાં પોકસો – અપહરણની કલમ હેઠળ ગુનો નોેંધાયો : આરોપી સકંજામાં બંને પરત ફરતા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માત નડયો : યુવક અને સગીરા…

 

પોલીસમાં પોકસો – અપહરણની કલમ હેઠળ ગુનો નોેંધાયો : આરોપી સકંજામાં

બંને પરત ફરતા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માત નડયો : યુવક અને સગીરા ઇજાગ્રસ્ત

14 ફેબ્રુઆરી એટલે વેલન્ટાઇન ડે નો દિવસ. વેલન્ટાઇન ડે ના દિવસે પ્રેમીઓ પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. ત્યારે રાજકોટ શહેરમા એક વિચિત્ર ઘટના ઘટી હતી. શહેરના રેલનગર વિસ્તારમા રહેતા રપ વર્ષના યુવાને તેમના ઘર નજીક રહેતી 17 વર્ષની પ્રેમીકા સાથે વેલન્ટાઇન ડે નો દિવસ ઉજવવા માટે સગીરાને સ્કુટર પર ભગાડી લઇ ગયો હતો અને બંને અમદાવાદમા ફરી ઘરે પરત ફર્યા હતા. આ સમયે ચિંતામા મુકાઇ ગયેલા સગીરાના પરીવારજનોએ હેમખેમ ઘરે પહોંચેલી સગીરા સાથે વાતચીત કરતા સગીરાએ કહયુ હતુ કે ઘર નજીક રહેતા યુવાન સાથે ગઇ હતી અને યુવાને રસ્તામા ચાલુ સ્કુટરે અડપલા કર્યા હતા. આ ઘટનાથી મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે યુવાન વિરુધ્ધ પોકસો અને અપહરણનો ગુનો નોંધી આરોપીને સકંજામા લીધો છે.

વધુ વિગતો મુજબ રેલનગરમા રહેતી 17 વર્ષની સગીરાને તેમના ઘર નજીક રહેતા મિલન રાજેન્દ્રભાઇ દાવડા લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરીયાદ સગીરાના માતાએ પ્રનગર પોલીસ મથકમા કરતા પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા અને રાઇટર મેહુલભાઇ પંડયાએ તપાસ શરૂ કરી હતી અને આરોપી મિલન દાવડાને સકંજામા લઇ પુછપરછ શરૂ કરી છે.

આ ઘટનામા પોલીસ પાસેથી માહીતી મળી હતી કે મિલન કુરીયર કંપનીમા કામ કરે છે અને બંને ઘર નજીક રહેતા હોય જેથી બંને એકબીજાના પરીચયમા આવ્યા હતા.

ત્યારબાદ મિલન ગઇ તા 13 ના રોજ સવારે અગ્યારેક વાગ્યે સગીરાને ભગાડી ગયો હતો. આ સમયે સગીરા પોતાના ઘરેથી કોઇને કહયા વગર જતી રહેતા ચિંતામા મુકાઇ ગયેલા સગીરાના પરીવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી તેવામા જાણ કે પોતાના વિસ્તારમા રહેતો મિલન દાવડા પણ પોતાના ઘરે નહોતો જેથી બંનેની શોધખોળ બાદ બીજા દિવસે વેલેન્ટાઇનના દિવસે રાત્રે 10 વાગ્યે સગીરા અને મિલન પોતાના ઘરે આવતા બંનેના પરીવારજનોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારબાદ સગીરાને તેમના પરીવારે પુછપરછ કરતા સગીરાએ કહયુ હતુ કે તે મિલન સાથે અમદાવાદ ફરવા ગઇ હતી અને બંને હાઇવે પર આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી અમદાવાદ પહોંચ્યા હતા અને તે સમયે મિલને પોતાની સાથે અડપલા કર્યા હતા. આ ઘટના બાદ મામલો પોલીસ મથકે પહોંચતા પીઆઇ વસાવા અને સ્ટાફે મિલન વિરૂધ્ધ પોકસો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી મિલનની ધરપકડ કરી હતી. આ ઘટનામા પોલીસ સુત્રોમાથી માહીતી મળી હતી કે મિલન અને સગીરા અમદાવાદ તરફ ફરવા ગયા ત્યારે પરત ફરતી વેળાએ બંનેને લીંબડી નજીક અકસ્માત નડયો હતો જેમા યુવકને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ સગીરા પણ ઇજાગ્રસ્ત થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *