યુધ્ધની પરિસ્થિતિમાં ભારત પાસેથી પ્રીમિયમ વસૂલવાનું શરૂ, વાવણી પહેલા એમોનિયમ નાઈટ્રેટની અછતથી ખાતરની તંગી સર્જાવાની ભીતિ
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઈલ પર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે.
રશિયાએ પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા માટે અમોનિયમ નાઈટ્રેટ (ખાતર) ની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય 21 માર્ચથી 21 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ખાતર આયાત કરે છે. રશિયા વિશ્વના અમોનિયમ નાઈટ્રેટના વેપાર પર 40% નિયંત્રણ ધરાવે છે. વસંત ઋતુમાં વાવણીના સમયે જ આ નિર્ણય લેવાતા ખેતી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના ’એક્રોન’ પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે, જે મે-જૂન સુધીમાં ફરી શરૂૂ થવાની શક્યતા છે.
અત્યાર સુધી અમેરિકી પ્રતિબંધો વચ્ચે રશિયા ભારતને કાચા તેલ (ક્રૂડ ઓઈલ) પર જે મોટી છૂટ આપતું હતું, તે હવે બંધ કરી દેવામાં આવી છે. ભારતીય રિફાઇનરીઓને હવે બ્રેન્ટ ક્રૂડ પર પ્રતિ બેરલ 4 થી 5 ડોલરનું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. એપ્રિલ મહિના માટે ભારતે રશિયા પાસેથી 60 મિલિયન બેરલ તેલ ખરીદ્યું છે, પરંતુ રશિયાએ તેના પર ડિસ્કાઉન્ટ આપવાને બદલે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂૂ કર્યું છે.
હોર્મુઝનો રસ્તો બંધ થવાથી અમોનિયમ નાઈટ્રેટનો 24% વૈશ્વિક વેપાર પહેલેથી જ પ્રભાવિત છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય અને રશિયાના પ્રતિબંધો ચાલુ રહે, તો ભારતમાં મોંઘવારી વધવાની સાથે ઊર્જા સંકટ પણ ઘેરું બની શકે છે.

ભારત માટે હોર્મુઝની ખાડીમાંથી નીકળતા ઓઈલ ટેન્કરો લાઈફલાઈન બની રહેશે
ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરીને સમગ્ર વિશ્વને સંકટમાં નાખી દીધું છે. આ રસ્તો બંધ થવાથી એલપીજી અને કાચા તેલના જહાજોની અવરજવર અટકી ગઈ છે. ભારત પોતાની જરૂૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ અને 60% એલપીજી આયાત કરે છે. જોકે, ભારતની કુનેહપૂર્વકની રણનીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને પોતાના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યું છે. આ જહાજોથી મળતી સપ્લાય ભારતની આર્થિક લાઈફ લાઈન બની રહેશે.