ગેસ લાઈનના નવા કનેકશન પર તા.31 સુધી અનેક ડિસ્કાઉન્ટ

જે વિસ્તારમાં PNG લાઈન હોય ત્યાં ફરજિયાત: 500ની એક વખત બિલ સબસિડી : સિકયોરિટી ડિપોઝીટ શૂન્ય મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને…

જે વિસ્તારમાં PNG લાઈન હોય ત્યાં ફરજિયાત: 500ની એક વખત બિલ સબસિડી : સિકયોરિટી ડિપોઝીટ શૂન્ય

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી LPG ગેસની કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને એક બહુ મોટી રાહત આપી છે. દેશમાં પાઇપ નેચરલ ગેસ (PNG) ના વપરાશને ઝડપથી વધારવા અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે સરકારે એક નવી સ્કીમ શરૂૂ કરી છે. આ સ્કીમ હેઠળ, જો તમે નવું PNG કનેક્શન લો છો, તો તમને ₹500 સુધીનો ગેસ બિલકુલ મફત આપવામાં આવશે અને કનેક્શન માટે લેવાતી સિક્યોરિટી ફી પણ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે.

આ શાનદાર ઓફરનો લાભ 31 માર્ચ સુધી નવું કનેક્શન લેનારા તમામ ગ્રાહકોને મળશે. સરકારના આ પગલાં અને ફાસ્ટ કામગીરીથી લાખો લોકો હવે સિલિન્ડર છોડીને સસ્તા અને સુરક્ષિત પાઇપ ગેસ તરફ વળી રહ્યા છે. સરકાર અને ગેસ વિતરણ કંપનીઓ ભેગા મળીને નવા ગ્રાહકોને આકર્ષવા માટે આ ઓફર લાવી છે. જો તમે તમારા ઘરમાં નવું પાઇપલાઇન ગેસ કનેક્શન લો છો, તો તમને શરૂૂઆતમાં ₹500 સુધીના ગેસનું બિલ માફ કરી દેવામાં આવશે, એટલે કે એટલો ગેસ તમને મફત વાપરવા મળશે. આ ઉપરાંત, અગાઉ નવું કનેક્શન લેતી વખતે જે સિક્યોરિટી ફી (ડિપોઝિટ) ભરવી પડતી હતી, તે પણ હવે ગ્રાહકોએ આપવી નહીં પડે. જોકે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ડિસ્કાઉન્ટ અને ઓફરનો લાભ માત્ર એ જ લોકોને મળશે જેઓ 31 માર્ચ પહેલા નવું કનેક્શન ખરીદી લેશે.

આ યોજનાનો ફાયદો નવું PNG કનેક્શન લેવા માંગતા તમામ ગ્રાહકોને મળશે. ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોને તેનો સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ત્યાં પાઇપલાઇનનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આ ઉપરાંત, જો કોઈ મોટી સોસાયટી કે બિલ્ડિંગમાં રહેતા ઘણા બધા લોકો એકસાથે (બલ્કમાં) નવું PNG કનેક્શન લેવા માટે અરજી કરે છે, તો તેમને સરકાર અને કંપનીઓ તરફથી વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

વધુને વધુ ઘરોમાં ફટાફટ પાઇપ ગેસ પહોંચે તે માટે સરકારે કડક અને ઝડપી નિર્ણયો લીધા છે. PNG નેટવર્કના વિસ્તરણને વેગ આપવા દિલ્હી જેવા શહેરોમાં પાઇપલાઇન નાખવાનું કામ હવે 24 કલાક કરી શકાશે. એટલું જ નહીં, રસ્તો ખોદ્યા પછી તેને રિપેર કરવા માટે જે ’રોડ રિસ્ટોરેશન ફી’ આપવી પડતી હતી, તે પણ માફ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *