જામજોધપુરના પરડવા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના ચાર મળતિયાઓનો હંગામો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને દિશાબેન ના…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને દિશાબેન ના પિતાના સાગરીતો એવા ચાર શખ્સોએ આવીને મોડી રાત્રે ઘરમાં હંગામો મચાવ્યો હતો, અને તોડફોડ કરી નાખી હતી.

ધારીયું, લાકડી, પાઇપ,ધોકા જેવા હથિયારો સાથે ધસી આવેલા ચાર શખ્સોએ દિશાબેન ના ઘરના બારી બારણાં ના કાચ તોડી નાખ્યા હતા, જ્યારે બહાર પાર્ક કરેલું એક સ્કૂટર, કે જેમાં પણ તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી, અને ધાક્ધમકી આપી ભાગી છૂટ્યા હતા. જે મામલે દિશાબેન મયુરભાઈ ખૂંટીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાના ઘરમાં તોડફોડ કરવા અંગે પ્રેમસિંગ મોરી, વિજયભાઈ ભલાભાઇ વાઘેલા, રાજુભાઈ કુછડીયા, અને મુરુભાઈ ખૂંટી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિશાબેન કે જેમણે આજથી અઢી મહિના પહેલા મયુરભાઈ કારાભાઈ ખૂંટી સાથે પોરબંદરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા, અને ત્યારબાદ અમરાપર મયુરભાઈ ની વાડીમાં આવીને ખેતી કામ કરતા હતા. જે દરમિયાન દિશાબેન ના પિતાના ચાર સાગ્રીતોએ પ્રેમ લગ્ન નો ખાર રાખીને હંગામો મચાવ્યો હોવાનું અને નુકસાની પહોંચાડયું હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એમ. કંચવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *