ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી

ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા…

ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા ચોરી ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ધોરાજીના ભુતવડ ગામ, નવાપરા વિસ્તારમાં રહેતા અને વેગડી ગામે આવેલ જીઆઇડીસી ખાતે વિશ્વાસ વેલ્ડિંગ કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા પ્રકાશભાઈ ભુપતભાઈ બારૈયા (ઉ.વ.33)એ કરેલી ફરીય માં જણાવ્યું કે.ગઇ તા.08/09/2025 ના રોજ સસરા અરજણભાઈ ગોવિંદભાઈ સોલંકી અવસાન પામેલ હોય અને અવસાન બાદ તેમની પાંચમવિધી કરવાને હોય જે તા.25/12/2025 ના રોજ સસરાના ગામ ઉપલેટા તાલુકાના તલગણા ગામે રાખેલ હોય જેથી પત્ની પુનમબેન તથા બાળકો એમ બધા ગઇ તા.24/12/2025 ના બપોર પછી આશરે ત્રણેક વાગ્યે ઘરે તાળા મારી તલગંણા જવા મોટરસાઇકલ લઇને નીકળેલ હતા .

અને બાદ સાંજના આ શરે પાંચ છ વાગ્યે તલંગણા મારા સસરાને ત્યાં પહોંચેલ હતા અને રોકાયેલ હતા અને બાદ તા.26/12/2025 ના રોજ સવારે આશરે આઠેક વાગ્યાના સમયે અમો તલંગણા હતા ત્યારે અમારા પાડોશી મુકેશભાઈ બાબુભાઈ બારૈયાનો મારા પર ફોન આવેલ કે, તમારા ઘરનું તાળું તુટેલ છે જેથી હું તથા મારી પત્ની તથા બાળકો એમ બધા તલંગણાથી અમારા ઘરે જ વા નીકળેલ હતા અને આશરે દસેક વાગ્યે ઘરે પહોંચેલ હતા અને જોયેલ અમારા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તુટેલ હ તું અને જમીન પર પડેલ હતું અને મકાનની અંદરના ડાબી બાજુના રૂૂમનું પણ તાળું તુટેલ હતું અને જમીન પર પડેલ હતું.

બાદ રૂૂમમાં જોતા કબાટ ખુલ્લો હતો અને તિજોરી તુટેલ હતી અને આ તિજોરીમાં અમોએ રાખેલ (1)સોનાનું ડોકીયું જે આશરે દોઢેક તોલાનું જેની અંદાજીત કિ.રૂૂ.40000/- તથા (2)સોનાની પટ્ટી ચડાવેલા પાટલા આશરે એક તોલું જે ની કિ.રૂૂ.6451 તથા (3) સોનાના ઓમકાર પેંડલ નંગ-02 જેની આશરે કિ.રૂૂ.2500/-તથા (4)ચાંદીનું મંગલસુત્ર જે ની કિ.રૂૂ. 1902/- તથા (5) છોકરાને બંને હાથમાં પહેરવાની ચાંદીની પોંચી જોડી જેની કિ.રૂૂ.3000/- તથા (6) છોક રીઓને પગમાં પહેરવાની ચાંદીની ઝાંઝરીઓની જોડી-02 જેની કિ.રૂૂ. 1000/- તથા (7) પત્નીના પગમાં પહેરવાના ચાં દીના સાકળા જોડી-01 જેની કિ.રૂૂ.4730/- તથા (8) પત્નીનું એક ગ્રામ સોનું વાપરી બનાવેલ મંગલસુત્ર જેની કિ.રૂૂ. 1 500/- તથા (9) રોકડ રકમ રૂૂ.30,000/- તથા (10) છોકરીઓના કાનમાં પહેરવાના સોનાના દાણા નંગ-04 જેની કિ.રૂૂ.2000/- તથા (11) બાળકોએ એક પર્સમાં બચતના રૂૂપિયા ભેગા કરેલ હોય તે સહીત રૂૂ.96 હજારની મતા ચોરી થઇ હોય પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *