ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ

ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક કાર્યવાહી કરી છે.…

ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક કાર્યવાહી કરી છે. જોકે, ગતરોજ ઉપલેટા ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જાહેર કાર્યક્રમમાં તેમની પ્રત્યક્ષ હાજરીએ આ ચર્ચાઓને સમર્થન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં કલ્પેશભાઈએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપ હાઈકમાન્ડ સક્રિય બન્યું હતું.ભાજપની વિચારધારા અને શિસ્ત વિરુદ્ધ વિરોધ પક્ષનો ખેસ ધારણ કરવો એ ગંભીર શિસ્તભંગ માનવામાં આવે છે. આ મામલે ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધીંગાણીએ સત્તાવાર પત્ર જાહેર કરીને કલ્પેશ ધંધુકિયાને તેમના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી કાયમી ધોરણે સસ્પેન્ડ કર્યા છે.

તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધીંગાણીએ આ નિર્ણયની જાણ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાને કરી છે. ધીંગાણીએ જણાવ્યું હતું કે, ’ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. જો કોઈ પણ કાર્યકર કે હોદ્દેદાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે અથવા પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે આવા જ કડક પગલાં લેવામાં આવશે.’

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ અને રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ દ્વારા લેવાયેલું આ પગલું અન્ય કાર્યકરો માટે ચેતવણીરૂૂપ માનવામાં આવે છે. કલ્પેશ ધંધુકિયાના સસ્પેન્શન બાદ ઉપલેટાના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *