જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની ડેકીમાંથી 1 લાખની ચોરી

મરચા ઉતારનાર મજુરોને દાડીના રૂપિયા બેંકમાંથી ઉપાડી મામલતદાર કચેરીએ જમીનના 7/12 કઢાવવા ગયા ત્યારે 1 લાખની રોડક કોઈ ચોરી ગયું જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની…

મરચા ઉતારનાર મજુરોને દાડીના રૂપિયા બેંકમાંથી ઉપાડી મામલતદાર કચેરીએ જમીનના 7/12 કઢાવવા ગયા ત્યારે 1 લાખની રોડક કોઈ ચોરી ગયું

જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની ડેકી તોડી 1 લાખની રોકડ અને બેંકની પાસબુક સહિતના દસ્તાવેજ ની ચોરી થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂત રમેશભાઈ બચુભાઇ દોંગા (ઉ.વ.-60) ગઇ તા.15/02/2025 ના રોજ વાડીએ મરચા ઉતારનાર મજુરોને દાડીના પૈસા આપવાના હતા જેથી ઉજળાથી જામકંડોરણા એસ.બી.આઇ.બેન્ક ખાતે આવેલ અને એકાઉન્ટમાંથી એક લાખ ઉપાડી રોકડ અને પાસ બુક થેલીમાં નાખી મોટરસાયકલ નંબર-જીજે-03-ઈએફ-4836 માં પતરાની ડેકીમાં મુકી રમેશભાઈ જામકંડોરણા મામલતદાર કચેરીએ જમીનના 7/12 કઢાવવા ગયા હતા.

રમેશભાઈએ પોતનું મોટરસાયકલ જામકંડોરણા મામલતદાર કચેરીની સામે ગાઉન્ડમાં પાર્ક કરી 7/12 ના દાખલા કઢાવી પરત આવ્યા ત્યારે મોટરસાયકલની પતરાની ડેકીમાં રાખેલ રૂૂા.1,00,000 તથા પાસ બુક કોઇ ચોરી કરી લઇ જતા આ મામલે જામકંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ તવિી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *