વેરાવળ તાલુકાનાં આજોઠા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ડી એમ બારડ હાઈસ્કૂલ ની બાજુમાં એક પુલ આવેલ છે જે 35 થી 40 ફુટ છે.
આ પુલ ઉપર થી એક બાઈક ખાબકેલ બાઈક મા બે મોટા અને બે બાળકો સવાર હતા અને બાઈક મા ઓઢણી આવી જતા બાઈક નુ બેલેન્સ જતા આ ચારે વ્યક્તિઓ પુલ નીચે પડેલ.
આ ધટના બનતા તાત્કાલિક લોકો મદદ મા પહોચી ગયા અને વેરાવળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેમાં ભીડિયા ના અશોકગીરી ધનગીર અપારનાથી મૃત્યુ પામેલ અને બાકીના ત્રણ જણા ને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ છે આ બાબત ની વધુ તપાસ પ્રભાસ પાટણ પી એસ આઈ ડી એમ કાકડા કરી રહેલ છે.
