છેલ્લા દોઢ મહિનામાં વાવડીમાં 6 કારખાના, પડધરીમાં 4 કારખાના તેમજ ગોડાઉન સહિતના સ્થળે લૂંટના ભેદ ખુલ્યા, બે શખ્સોની ધરપકડ 6 ફરાર
રાજકોટ શહેર અને જીલ્લામાં આંતક મચાવનાર લુંટારૂૂ ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ રાજકોટના વાવડીમાં એક સાથે 6 કારખાનામાં ચોરી અને લુંટ તેમજ પડધરીમાં કારખાના અને ગોડાઉનમાં થયેલી ચોરી અને લુંટનો ભેદ ઉકેલી નાખી ટોળકીના 2 સભ્યોને ઝડપી લઇ અન્ય 6 સભ્યોની શોધખોળ શરુ કરી છે.
જિલ્લામાં વણશોધાયેલ રહેલ ચોરી, લુંટ, ધાડના ગુનાઓ સત્વરે શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે લુંટારૂૂ ટોળકીને ઝડપી લીધી હતી.
છેલ્લા દોઢ મહિનામાં પડધરી વિસ્તારમાં બનેલ લુંટની ઘટનામાં માં બનાવ સ્થળ આજુબાજુના તેમજ હાઇવે રોડ તેમજ રાજકોટ શહેર વિસ્તારના ઘણા બધા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી, ઘણા બધા માણસોને સી.સી.ટી.વી. ફુટેજ બતાવી તેમજ ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસથી માહિતી મેળવી તેમજ ઇ-ગુજકોપ અને ICJS પોર્ટલ થી માહિતી મેળવી લુંટારૂૂ ટોળકીના સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ નવરીયા રસુલ ભાભોર (ઉ.વ.27 રહે.છરછોડા, થરાળ ફળીયુ, તા.ગરબાળા, જી.દાહોદ.) સાથે ગોરો ઉર્ફે કૈલાશ સ.ઓ. વરસીંગ ફુલજી મોહનીયા, ઉ.વ.25 (રહે.હાલ. શિતલપાર્ક પાસે, સીનર્જી હોસ્પીટલ પાછળ, કીરીટભાઇ પટેલના પ્લોટમાં, રાજકોટ, મુળ. ગામ. બીલીયા, પટેલ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ)ની ધરપકડ કરી હતી પુછપરછમાં ટોળકીના અન્ય સાગ્રીત રાજુ સવસીંગ બારીયા,ભરત બાદરસીંગ પલાસ,રાકેશ રાળીયા પલાસ, જયંતી ઉર્ફે જેન્તી જવસીંગ પલાસ,પ્રકાશ દીતીયા પલાસ, મડીયા ઉર્ફે સંજય તીતરીયાનું ના ખુલ્યું હતું. પડકયેલ ટોળકીએ રાજકોટ વાવાડીમાં 6 કારખાના, પડધરીના 4 કારખાના તથા ગોડાઉનને નીશાન બનાવ્યા હતા.
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર,જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી કામગીરી કરનાર ટીમ- રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. આર.વી. ભીમાણી તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ અરબ, રોહિતભાઇ બકોત્રા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, બાલકુષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઇ શામળા, હરેશભાઇ પરમાર, પ્રકાશભાઇ પરમાર, મહિપાલસિંહ ચુડાસમા, અબ્બાસભાઇ ભારમલ, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર તથા દિલીપસિંહ જાડેજા, અનિરૂૂક્સિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
