રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી

ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ…

ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ

આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જન ઉપર હુમલાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને રોષે ભરાયેલા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરાયું છે. જેથી ડોક્ટરો ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખશે અને માત્ર ઇમરજન્સી સેવામાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો કાર્યરત રહેશે.

જુનિયર ડોક્ટર એસોસિએશનના જણાવ્યા મુજબ આજથી 400 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ હાલતમા છે જેના પગલે સિવીલ હોસ્પીટલમા આવતા 1500 જેટલા ગરીબ દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડશે .

જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખશે તેમ જણાવ્યું છે. જો કે, ડોકટરોના વિરોધને કારણે હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાશે. અને આ હડતાળના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મુશ્કેલીમા મુકાયા છે. તબીબ પર હુમલો થયો ત્યારે રેસિડેન્ટ ડોકટરોએ મેડિકલ કોલેજના ડીન અને સિવીલના સુપ્રિન્ટેન્ડન્ટને મળી કેટલીક માગણીઓ કરી હતી. તેમણે તાત્કાલિક 48 કલાકમા હુમલાખોરની ધરપકડ કરવાની સાથે હુમલાખોર લેખિતમાં ભોગ બનનાર ડોક્ટર અને તેના ડિપાર્ટમેન્ટ પાસે દિલગીરી દર્શાવે તેવી માગણી કરી હતી. આ કેસમાં પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાની કલમ ઉમેરવાની પણ માંગ કરી હતી.

ભોગ બનેલા ડો.પંડયાએ ફરજ પરના સિકયુરીટી ગાર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો હતો. રેસિડેન્ટ ડોકટરોએ આ સિકયુરીટી ગાર્ડને તત્કાળ હટાવવાની અને સક્ષમ સિકયુરીટી ગાર્ડને મુકવાની માગણી કરી હતી. સાથો-સાથ સિકયુરીટી એજન્સીને ટર્મિનેટ કરવાની પણ માંગ કરી હતી. બીજી તરફ ડો.પંડયાનું એમઆઈઆર કરાવાતા મણકામાં ફ્રેકચર હોવાનો અભિપ્રાય આવ્યાનું જણાવાયું છે. હજૂ સુધી ડો.પંડયા સિવીલમાં જ દાખલ છે. બીજી તરફ પ્ર.નગર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે શોધખોળ જારી છે. આરોપી હજૂ પકડાયો નથી.
ઉલ્લેખનીય છે કે ગત 28 મી ડિસેમ્બરના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારીનો બનાવ બન્યો હતો આ મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

જોકે સામે પરિવાર દ્વારા પણ આક્ષેપ કરવામા આવ્યો સીસીટીવી અધૂરા છે જેથી પૂરા સીસીટીવી ચકાસણી કરી કાર્યવાહી કરવા પરિવાર જનો પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જયદીપ ચાવડા ત્યાં સેવા કરવા ગયો હતો દર્દીને બ્લડ ની જરૂૂર હતી બ્લડ દેવા ગયો હતો.

તબીબોની માંગણી શું છે?
સિવીલ હોસ્પીટલમા ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. પાર્થ પંડયા પર દર્દીને બ્લડ આપવા આવેલા જયદીપ ચાવડાએ હુમલો કર્યો હતો આ ઘટનામા સિવીલ હોસ્પીટલનાં 400 થી વધુ જુનીયર તબીબો આજે હડતાલ પર ઉતરી ગયા છે આ ઘટનામા હડતાલ પર ઉતરેલા તબીબોએ રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે બનાવને 48 કલાક વિતી ગયા છતા પણ આરોપીને પોલીસ દ્વારા કોઇ ધરપકડ કરવામા આવી નથી . આરોપીને પકડી જાહેરમા લાવી તબીબની માફી માગે તેમજ હુમલા સમયે હાજર સીકયોરીટી ગાર્ડને સસ્પેન્ડ કરી અથવા અન્ય સીકયુરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામા આવે અને સક્ષમ સીકયોરીટી ગાર્ડને તૈનાત કરવામા આવે તેમજ આરોપી જયદીપ ચાવડાનુ પીએમજેવાય કાર્ડ રદ કરવામા આવે અવાર નવાર તબીબો પર થતા હુમલામા અમારી સીકયુરીટી શું ? તેવા પણ પ્રશ્ર્ન તબીબોએ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *