હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ એક વૃધ્ધનું મોત

કોઠારિયાના વૃદ્ધ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી વખતે બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી…

કોઠારિયાના વૃદ્ધ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી વખતે બેભાન હાલતમાં ઢળી પડયા’તા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા ગામે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા ગામે રહેતા બાબુભાઈ વસતાભાઈ હળવદીયા નામના 60 વર્ષના વૃધ્ધ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઠારીયા ગામે આવેલા ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાબુભાઈ હડવદીયા સાતભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બાબુભાઈ હડવદીયા હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *