રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી રાજકીય રીતે સક્રિય થયા છે. તેઓ આગામી 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન જુનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા અને માણાવદર તાલુકાઓનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરીને બેરોજગારી સહિતના સામાન્ય જનજીવનના પ્રશ્નો વિશે સંવાદ કરશે. આ સિવાય જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં પણ પ્રવાસ કરવાની ચાવડાએ જાહેરાત કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા જવાહર ચાવડાની સક્રિયતા સુચક માનવામાં આવી છે.
જવાહર ચાવડાએ જાહેર કરેલા વિડિયોમાં જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેરોજગારી, ખેતીની સમસ્યાઓ અને વિકાસની અવગણના જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. હવે સમય આવ્યો છે કે અમે જનતા વચ્ચે જઈને તેમની સાથે સંવાદ કરવો જોઈએ. તેઓ દરેક ગામડાંના યુવાનો, ખેડૂતો, અને મહિલા જૂથો સાથે મળીને ખુલ્લો સંવાદ કરશે અને તેમના પ્રશ્નોની સમજૂતી લેશે. ચાવડાનું આ પગલું આગામી રાજકીય સમીકરણોને નવી દિશા આપી શકે છે એવી અટકળો પણ શરૂૂ થઈ ગઈ છે.
આ સમગ્ર બાબતે રાજકીય નિષ્ણાંતોના મતે આગામી દિવસમાં જૂનાગઢના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થઈ શકે છે. જવાહર ચાવડા જે રીતે અચાનક અઅઙ પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે રીતે નવાજૂનીની પ્રબળ શક્યતાઓ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જવાહર ચાવડાના ફોટા કમલમમાં પહોંચતા ભાજપનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું હતું. તાજેતરમાં જ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાએ જીવ મેળવ્યા બાદ કાર્યકરો સાથે ઉજવણી કરી રહ્યા હતા. તે દરમ્યાન જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જવાહર ચાવડા જે તે સમયે કોંગ્રેસના નેતા હતા. જે બાદ તેઓ પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયા હતા. વિસાવદરની પેટા ચૂંટણીમાં અઅઙ ની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી દરમ્યાન જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા.
