રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?

15 નવેમ્બર સુધીમાં તમામ ટીમો તેમના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે IPL 2026 ના અંત પછી સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ ફરતા થઈ…

15 નવેમ્બર સુધીમાં તમામ ટીમો તેમના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે

IPL 2026 ના અંત પછી સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ ફરતા થઈ રહ્યા છે. ઘણા ખેલાડીઓની ટ્રેલ થવાના સમાચાર વાયરલ થયા છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત હવે દિલ્હી કેપિટલ્સમાં ગયા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયા છે. દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે રિંકુ સિંહને IPL 2027 પહેલા કેકેઆરના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. તે અજિંક્ય રહાણેનું સ્થાન લઈ શકે છે ટીમના કેપ્ટન તરીકે.

IPL નિયમો અનુસાર, બધી ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી આવશ્યક છે. KKR વર્તમાન કેપ્ટન અજિંક્ય રહાણે સહિત ઘણા ખેલાડીઓને પણ રિલીઝ કરી શકે છે. ટીમના વિશ્વસનીય બેટ્સમેન રિંકુ સિંહને કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકાય છે. હાલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા આવી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. KKR એ હજુ સુધી રિલિઝ અને રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી નથી.

KKR શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં IPL 2024નો ખિતાબ જીત્યો હતો, પરંતુ ટાઇટલ જીત્યા પછી શ્રેયસ ઐયર ઊંઊંછથી અલગ થઈ ગયો અને પંજાબ કિંગ્સમાં જોડાયો. ત્યારબાદ, અજિંક્ય રહાણેને ટીમની કમાન સોંપવામાં આવી. રહાણેની કેપ્ટનશીપમાં KKR સતત બે વર્ષ સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું. પરિણામે, ફ્રેન્ચાઇઝ ફરી એકવાર નવા કેપ્ટનની શોધમાં છે. તાજેતરની સીઝનમાં ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જવાને કારણે ભવિષ્યમાં કેપ્ટનશીપમાં ફેરફારની અટકળો પણ શરૂૂ થઈ છે, જેમાં રિંકુ સિંહને ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યા છે.

2018 માં જ્યારે રિંકુ સિંહ KKR માં જોડાયો ત્યારે તે રૂા.80 લાખમાં વેચાયો. 2022 ની હરાજીમાં તેના પર ફક્ત ₹55 લાખની બોલી લાગી. જોકે, 2023 માં, તેણે પાંચ બોલમાં સતત પાંચ છગ્ગા ફટકારીને KKR ને જીત અપાવી હતી. 2025 ની મેગા હરાજી પહેલા, KKR એ રિંકુ સિંહને ₹13 કરોડમાં રિટેન કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *