ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પણ મુલાકાત કરી
IPL 2026 દરમિયાન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટ્સમેન તરીકે ઊભરી આવ્યો હતો. જે પછીથી તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખૂબ જ નાની ઉંમરે પોતાની પોતાની આક્રમક બેટિંગ અને શાનદાર પ્રદર્શનના કારણે વૈભવની ગણતરી ભારતીય ક્રિકેટના ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે કરવામાં આવી રહી છે. આ દરમિયાન વૈભવના ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.
ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની બે મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ રમ્યા બાદ ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની છે, જ્યાં પાંચ મેચોની T20 સીરિઝ રમાશે. વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી શકે છે.
આ દરમિયાન વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશી તાજેતરમાં લંડન પહોંચ્યા હતા. ત્યાં તેમણે IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સના માલિક અને ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા અન્ય કેટલાક મહત્વના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. રાજસ્થાન રોયલ્સ માટે રમતા વૈભવના પિતાએ પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, આદિત્ય મિત્તલ, રાજસ્થાન રોયલ્સના સહ-માલિક મનોજ બદાલે તેમજ ફ્રેન્ચાઇઝીના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
સંજીવ સૂર્યવંશીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, લંડનમાં રાજસ્થાન રોયલ્સના માલિક મિત્તલજી, આદિત્ય મિત્તલજી અને મનોજ બદાલે જીને મળવાનો સન્માન મળ્યો. રાજસ્થાન રોયલ્સના ઈઊઘ આલોકજી અને રોમીજી પણ અમારી સાથે હાજર હતા.
