જેતપુરના નિવૃત્ત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકાનો ત્રાસ

જેતપુરના નીવૃત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકા પાસેથી લીધેલ વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. રૂૂ. 10.25 લાખાના…

જેતપુરના નીવૃત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકા પાસેથી લીધેલ વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. રૂૂ. 10.25 લાખાના રૂૂ.23.75 લાખ અને રૂૂ.2.50 લાખના રૂૂ.97,500 ચૂકવી દીધા છતાં વધુ રકમ પડાવવા પિતા-પુત્ર અને તેના કાકાએ સતામણી કરી ધમકી આપી હતી.


મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ, વેકરીયા નગર, મામા દાદાના ખીજડા પાસે રહેતા નીવૃત શિક્ષક દિનેશકુમાર ઘનજીભાઇ વાલાણી ( ઉ.વ.60)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના અમરનગર રોડ, વેકરીયાનગરમાં રહેતા કૃણાલભાઇ વિજયભાઇ રાવલ તેના પિતા વિજયભાઈ હર્ષદભાઇ રાવલ અને કાકા દિનેશભાઈ હર્ષદભાઈ રાવલનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ દિનેશભાઈને ઘરમાં વાપરવા માટે સને – 2024 ના જાન્યુઆરી મહિનામાં પૈસાની જરૂૂર પડેલ જેથી વ્યાજનો ધંધો કરતા કૃણાલભાઇ વિજયભાઇ રાવલનો કોન્ટેક કરેલ અને તેને વાત કરેલ રૂૂ.50,000 ની જરૂૂરીયાત છે. તો કુણાલે દરરોજનુ રૂૂ.1000 વ્યાજ આપવું પડશે અને બદલામાં સીક્યુરીટી પેટે સહિ કરેલ બેંકનો કોરો ચેક આપવો પડશે તેમ વાત કરેલ અને મારે એકાદ મહિનો પૈસાની જરૂૂરીયાત હતી જેથી મે તેને હા પાડેલ હતી.કૃણાલ પાસ થી લીધેલી રકમને એક મહિનો પૂરો થઇ ગયેલ પણ તેને આપવાના રૂૂ.50,000 નો મેળ પડતા અને વ્યાજ ચડતુ ગયેલ હતુ.


કૃણાલનુ વ્યાજ ચુકવવા માટે વઘારે પૈસા જરૂૂરત પડતી ગયેલ તેમ દિનેશભાઈ કટકે કટકે કૃણાલ પાસેથી રૂૂ.5.25 લાખ વ્યાજે લીધેલ હતા જેનું માસીક 45 ટકા વ્યાજ કૃણાલને ચુકવતા હતા અને બદલમાં જામીનગીરી તરીકે તે એસ.બી.આઈ. તથા આર.ડી.સી. બેંકના સહિ કરેલ છ ચેક લઇ ગયેલ હતો. બાદ કૃણાલને વ્યાજની વ્યવસ્થા થયેલ ન હોય કુણાલે તેના પિતા વિજયભાઈ હર્ષદભાઇ રાવલ પાસેથી મને રૂૂ.4.50 લાખ દરરોજનું રૂૂ.18,000 વ્યાજે અપાવ્યા હતા. કૃણાલના કુલ 5,75,000 તથા તેના પિતાનું 4,50,000 ની રકમનું વ્યાજ ચડતુ ગયેલ.

જે ચૂકતે કરવા માટે દિનેશભાઈએ એપ્રીલ-2024 માં પત્નીની માલીકીની 14.6 વિઘા જમીન જે પેઢલા ગામમાં આવેલ છે તે વેચી નાખેલ અને તેમાંથી કૃણાલને 5,25,000 તથા એક વાર 8,00,000 રૂૂપીયા રોકડા ઘરે બોલાવીને આપેલ તેમજ ઓક્ટોબર-2024 માં મીત્ર કમલેશભાઈ કુંમર પાસેથી રૂૂ.4.50 લાખ ઉછીના લઇ કૃણાલને વ્યાજ પેટે ચુકવેલ.

બાદ ઓક્ટોબર મહિનામાં જ મિત્ર વિનુભાઈ ભાલાળા પાસેથી રૂૂ.2.50 લાખ ઉછીના લઇ કુણાલના ઘરે જઈને તેના પિતા વીજયભાઈને વ્યાજ પેટે ચુકવેલ. તેમજ મીત્ર દીલીપભાઈ ઘુઘરા વાળા પાસેથી રૂૂ.3,00,000 હાથ ઉછીના લીધેલ અને તે રૂૂપીયા મેં કૃણાલને તેના અને તેના પિતાના મુડીના વ્યાજ પેટે ચુકવેલ. બાદ કૃણાલે હજુ વધારે વ્યાજની ઉઘરાણી કરતા અન્ય એક મીત્ર દીનેશભાઈ રાદડીયા પાસેથી રૂૂ.50, 000 ઉછીના લઇ ચૂકવી આપ્યા હતા. તેમજ તેના કાકા દિનેશભાઈ હર્ષદભાઈ રાવલ પાસેથી રૂૂ.2,50,000 વ્યાજે લીધેલ છે જેની અવેજીમાં દીનેશ ભાઈને કોરા ચેક આપેલ છે. દીનેશભાઈને કુલ 97,500/- ચુકવેલ છે. છતાં કુણાલ અને તેના પિતા વિજયભાઈ અને કાકા દિનેશભાઈ હજુ વધારે વ્યાજની ઉઘરાણી કરી સતામણી કરી, ધમકાવતા હોય આ બાબતે દિનેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *