લખતર સ્ટેટ ઠાકોર સાહેબ બલભદ્રસિંહનું અવસાન

લખતરના રાજવી ઠાકોર સાહેબ બલબદ્રસિંહ ઝાલાનું 93 વર્ષની ઉમરે અવસાન થતાં રાજવી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા વખતથી બિમારીથીપીડિતા…

લખતરના રાજવી ઠાકોર સાહેબ બલબદ્રસિંહ ઝાલાનું 93 વર્ષની ઉમરે અવસાન થતાં રાજવી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા વખતથી બિમારીથીપીડિતા લખતરના રાજવીએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં. તેમની અંતિમ યાત્રામાં લખતર તેમજ આસપાસના રાજવી પરિવારો તેમજ ગ્રામજનો જોડાયા હતાં.

લખતરના રાજવીએ તાજેતરમાં જ થાનના વાસુકીદાદાના મંદિર ખાતે 80 તોલાના સોનાના હાર અર્પણ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના નેક નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાનું ગઈકાલે અવસાન થતાં સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. લખતરના રાજવી ઠાકોર બલભદ્રસિંહ ઝાલાની આજે અંતિમ યાત્રા નિકળી હતી. તેમાં લખતર તેમજ ધાંગધ્રા, થાન સહિતના રાજવી પરિવારના સભ્યો જોડાયા હતાં. તેમના પાર્થીવદેહને અંતિમ દર્શન માટે રાજવી પરિવારના પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, લખતરના નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલા દ્વારા થાન ખાતે વાસુકી દાદાના મંદિરને 80 તોલી હિરાઝડીત હાર અર્પણ કરવામાં આવ્યો હતો. લખતરનો રાજવી પરિવાર વાસુકી દાદાને પોતાના રાજકુલના આરાધ્ય માને છે.

ઘણા વખતથી રાજવી પરિવારના ઠાકોર સાહેબ બિમાર હતાં અને તેમણે ગઈકાલે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાએ લખતર માટે ઘણાબધા કાર્યો કર્યા છે. તેમણે લખતરની પ્રગતિ માટે જુદા જુદા ટ્રસ્ટો પણ બનાવ્યા હતાં જેમાં જળાશય ટ્રસ્ટના બાળકો માટેનું ટ્રસ્ટ અને અનેક ટ્રસ્ટ બનાવેલ હતાં લખતરની પ્રજાની સેવા માટે હરહંમેશ કાર્યરત રહેતા એવાઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાના અવસાનથી સમગ્ર લખતર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *