ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતીને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા

છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં રહેતા અને ભાવનગર રોડ પર ’જે.ડી. રેસ્ટોરન્ટ’…

છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ

રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં રહેતા અને ભાવનગર રોડ પર ’જે.ડી. રેસ્ટોરન્ટ’ ચલાવતા જુસબભાઇ આમદભાઇ ઘુઘા (સંધી) એ ઉપલેટાના રહેવાસી એવા તેમના સાઢુભાઇ દીલાવરભાઈ ઓસમાણભાઇ હીંગોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2019માં જુસબભાઇ તેમની પત્ની શબાનાબેન સાથે ઉપલેટા ખાતે સાઢુભાઇના ઘરે એક સામાજિક પ્રસંગમાં ગયા હતા.

તે સમયે દીલાવરભાઈએ જુસબભાઇને એક રૂૂમમાં બોલાવી પૈસાની માંગણી કરી હતી. જુસબભાઇએ પૈસા આપવાની અસમર્થતા દર્શાવતા દીલાવરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને “તને ઉપલેટાથી સાજો જવા નહીં દઉં” તેવી ધમકી આપી હતી.

વચ્ચે બચાવ કરવા આવેલા શબાનાબેનના હાથમાં રહેલા સોનાના પાટલા જોઈને દીલાવરભાઈની દાનત બગડી હતી. તેમણે આ ઘરેણાં આપી દેવા દબાણ કર્યું હતું. જુસબભાઇએ ના પાડતા આરોપીએ ગાળાગાળી કરી “આ મારું ગામ છે, તારા હાથ-પગ ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ડરના માર્યા જુસબભાઇએ પત્નીના 6 તોલા સોનાના બે પાટલા (કિંમત આશરે રૂૂ. 3,50,000/-) આપી દીધા હતા. ભોગ બનનાર જુસબભાઇએ જણાવ્યું હતું કે, તે સમયે સામાજિક પ્રતિષ્ઠા અને સગા-સંબંધીઓની સમજાવટને કારણે તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી. જ્ઞાતિના આગેવાનો અને કુટુંબના અગ્રણીએ ખાતરી આપી હતી કે તેઓ ઘરેણાં પરત અપાવી દેશે. છેલ્લા એક વર્ષથી જુસબભાઇ અવારનવાર ઘરેણાં પરત માંગતા હતા, પરંતુ આરોપી દીલાવરભાઈ વાયદાઓ કરતો હતો.

સાતેક દિવસ પહેલા જ્યારે જુસબભાઇએ રૂૂબરૂૂ જઈને ઘરેણાં માંગ્યા ત્યારે આરોપીએ સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, “તારાથી થાય તે કરી લે, હું તને કાંઈ આપવાનો નથી.” આખરે કંટાળીને સાત વર્ષ જૂની આ ઘટના અંગે જુસબભાઇએ ઉપલેટા પોલીસનું શરણું લીધું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *