સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મ

કેન્સરગ્રસ્ત માતા પથારીવશ હોય દિવ્યાંગ પિતાએ ચારેક વર્ષ સુધી પુત્રીનો દેહ અભડાવ્યો પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિકૃત પિતાની ધરપકડ કરી ઉપલેટામાં…

કેન્સરગ્રસ્ત માતા પથારીવશ હોય દિવ્યાંગ પિતાએ ચારેક વર્ષ સુધી પુત્રીનો દેહ અભડાવ્યો

પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિકૃત પિતાની ધરપકડ કરી

ઉપલેટામાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં સગા બાપે 15 વર્ષની દિકરી પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે ઉપલેટા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ દિવ્યાંગ પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાગળો કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઉપલેટામાં રહેતી પુખ્તવયની યુવતીએ સગા પિતાએ આચરેલા રાક્ષસી કૃત્યની વિગતો આપતા પોલીસના પગ તળેથી પણ સહેજ વાર માટે જમીન સરકી ગઈ હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણીના માતાને ચોથા સ્ટેજનું કેન્સર હોય તેઓ છેલ્લા ચારેક વર્ષથી પથારીવશ છે. જ્યારે તેનો 40 વર્ષીય નરાધમ પિતા પોતે દિવ્યાંગ છે અને પંખો રિપેરિંગ કરવાનું કામ કરે છે. માતા કેન્સરની બીમારીમાં સપડાઈ પથારીવશ થતાં હેવાન પિતાની નિયત બગડી હતી. યુવતી 15 વર્ષની હતી ત્યારે હેવાન પિતાએ પ્રથમવાર બળજબરીપૂર્વક આબરૂૂ લૂંટી હતી.

બાદમાં હેવાને સતત સગીરાનો દેહ ચૂંઠવાનું ચાલુ રાખ્યું હતું. પુત્રી જયારે પણ આ બાબતનો વિરોધ કરે તો નરાધમ મારકૂટ કરી બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષી લેતો હતો. માતા પથારીવશ હોય અને કેન્સરની ગંભીર બીમારીથી પીડાતી હોય સગીરા મૂંગા મોઢે રાક્ષસી કૃત્ય સહન કરવા મજબૂર બની હતી.

બાદમાં હેવાન પિતાએ સતત આબરૂૂ લૂંટતા કંટાળીને અંતે પુત્રીએ ઉપલેટા પોલીસ મથકમાં હેવાન બાપે આતરેલા કૃત્યની વિગત આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામ હકીકતો વેરીફાઈ કરાવી દિવ્યાંગ પિતા વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન રુવાડા ઉભા કરી દે તેવી વિગતો આપતાં ઉપલેટા પોલીસનો સ્ટાફ પણ શમશમી ઉઠ્યો હતો. જે બાદ સ્ટાફે તમામ હકીકતો પીઆઈ બી આર પટેલને જણાવતા તેમણે તાતકાલિક એસ.પી. વિજયસિંહ ગુર્જરને બનાવ અંગે જાણ કરી હતી. જેથી એસપી દ્વારા તાત્કાલિક વિગતોની ખરાઈ કરી યુવતીને ન્યાય મળે તેવી દાખલારૂૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. જેથી પીઆઈ બી આર પટેલની ટીમે હેવાન પિતા સામે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દિવ્યાંગ પિતાને દબોચી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

ઘરેથી ભાગી ગયેલી યુવતીને શોધી પોલીસે પૂછપરછ કરતા ઘટનાનો ભાંડો ફૂટ્યો
ભોગ બનનાર યુવતિ ઘરેથી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. જે અંગે ઉપલેટા પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ થઇ હતી. જેથી પોલીસની ટીમે કાર્યવાહી કરી ગુમ થયેલી યુવતીને શોધી કાઢી હતી. બાદમાં પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કરતા યુવતીએ વિકૃત પિતાના રાક્ષસી કૃત્યથી કંટાળી ઘર છોડી દીધાની આપવીતી વર્ણવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કેન્સરગ્રસ્ત માતા પથારીવસ થયા બાદ પિતાને હવસનો કિડો સળવળ્યો
ચારેક વર્ષ પૂર્વે ભોગ બનનાર યુવતીના માતા કેન્સરની બીમારીમાં સપડાયા હતા. તેમને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યા બાદ સતત મગજની આચકીઓ આવતી હોય તેઓ હાલ માનસિક રીતે પણ અસ્થિર હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. માતા પથારીવશ થયા બાદ હેવાન પિતાની પુત્રી ઉપર જ નજર બગડી હતી અને તેણે સતત ચાર વર્ષ સુધી પુત્રીનો દેહ ચૂંથી પોતાની હવશ સંતોષી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *