ચાંદીમાં એક દિવસમાં 1.08 લાખનો રેકોર્ડબ્રેક કડાકો અને સોનામાં પણ 33,000 રૂા.ઘટી જતાં માર્કેટ સ્તબ્ધ
છેલ્લા 48 કલાકમાં સોનુ 720 ડોલર તૂટયું જ્યારે ચાંદી 35 ડોલર તૂટી
સોના-ચાંદી માર્કેટમાં ગઈકાલે ઈતિહાસનો સૌથી મોટો કડાકો બોલી જતાં હાહાકાર મચી ગયો હતો. ચાંદીમાં એક જ દિવસમાં રૂા.1.08 લાખનો કડાકો બોલી ગયો હતો. જ્યારે સોનામાં પણ 20,000 ઘટી જતાં ગઈકાલનો દિવસ ખરા અર્થમાં બ્લેક ડ્રાઈડે સાબિત થયો હતો. છેલ્લા બે દિવસથી સોના-ચાંદીમાં જોવા મળેલા મોટા કડાકાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 6.3 ટ્રિલિયન ડોલર સાફ થઈ ગયા છે જે અત્યાર સુધીનાં ઈતિહાસમાં સૌથી મોટું ધોવાણ છે.
આ પહેલા ઈતિહાસમાં કયારેય જોવા ન મળ્યું હતું તે ગઈકાલે જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સોના-ચાંદીમાં જે અણધાર્યા ભાવ ઘટાડાથી સોનાના માર્કેટ કેપમાં પણ સૌથી મોટુ ધોવાણ થતાં આખા વિશ્ર્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ જોવા મળી હતી અને સોનામાં એક જ દિવસમાં 33,000 રૂપિયા તુટી જતાં સોનુ 1,50,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ આવી ગયું હતું. જ્યારે ચાંદીમાં તો એક જ દિવસમાં રૂા.1.08 લાખનો કડાકો નોંધાતા બજારમાં ભારે સોંપો પડી ગયો હતો. મારા સોનાના કડાકાથી સોનાએ તેના માર્કેટ કેપિટ લાઈઝેશનમાંથી અંદાજે 6.3 ટ્રિલિયન એટલે કે રૂા.550 લાખ કરોડથી વધુ રકમ ગુમાવી છે.
આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્ર્વના ઘણા મોટા દેશોની જીડીપી સાથે પણ થઈ શકે તેમ નથી. ગઈકાલે જે મોટા ગાબડા પડયા તેની નુકસાની વાત કરીએ તો દર કલાકે 263 બિલિયન ડોલરનું નુકસાન નોંધાતું હતું અને દર મિનિટે અંદાજે 4.38 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. આ ઘટાડા પાછળ ડ્રાયનાન્સીયલ ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટારોની એક સામટી વેચવાલી પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ગુરૂવારે રાત્રે જ શરૂ થયેલા કડાકા શુક્રવારે પણ ચાલુ રહ્યા હતાં અને ઈન્વેસ્ટરોએ પણ મોટા પ્રમાણમાં પ્રોફીટ બુકીંગ કરી લેતાં ચાંદીમાં બે દિવસમાં જ ચાંદીમાં રૂા.1.30 લાખનો મોટો કડાકો બોલી ગયો હતો. રાજકોટમાં એક સમયે ચાંદીમાં રૂા.4.18 લાખ સુધી પહોંચ્યા બાદ એમસીએકસ પર ચાંદી રૂા.2.91 લાખ પર બંધ આવી હતી. સોનામાં પોણા બે લાખના સ્તર સુધી પહોંચ્યા બાદ સોનુ પણ એમસીએકસ પર રૂા.1.49 લાખ સુધી પહોંચી ગયું છે. છેલ્લા બે દિવસ દરમ્યાન સોનામાં રૂા.33,000નો ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 5600 ડોલર સુધી પહોંચ્યા બાદ ઘડામ કરતું નીચે પડયું છે. હાલ સોનું 4880 ડોલર સુધી પહોંચતાં માત્ર 48 કલાકમાં જ 720 ડોલર નીચે આવી ગયું છે. ચાંદી પણ 120 ડોલર સુધી પહોંચ્યાબાદ 8521 ડોલર પર પહોંચી ગઈ છે. સોમવારે ભારતીય માર્કેટ ખુલે ત્યારે સોના-ચાંદીમાં શું ટ્રેન્ડ રહે છે તે જોવાનું રહ્યું.
આવતીકાલે બજેટને કારણે રવિવારે પણ શેર બજાર ચાલુ રહેશે
બજેટનો દિવસ એટલે કે રવિવાર 1લી ફેબ્રુઆરી 2026ના રોજ શેર બજાર સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લુ રહેશે. આ દિવસે ઇજઊ અને ગજઊ બન્નેમાં વિશેષ ટ્રેડિંગ સત્ર યોજાશે. ગજઊ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ દિવસે પણ સામાન્ય કારોબારી દિવસની જેમ બજારમાં ખરીદ વેચાણની સુવિધા મળશે અને રોકાણકારો કોઈ પણ અડચણ વગર ટ્રેડિંગ કરી શકશે.બજેટની જાહેરાતની અસર શેરબજાર પર જોવા મળે છે. જે સેક્ટર્સને વધારે ફંડ કે સમર્થન મળે છે તે કંપનીઓના શેરમાં તેજી જોવા મળે છે. જ્યારે જે ક્ષેત્ર પર સરકારની નજર ઓછી હોય છે એ ક્ષેત્ર સંબંધિત શેરમાં પણ દબાણ જોવા મળે છે. રોકાણકારો પણ તેમની રણનીતિ બજેટ પ્રમાણે બદલે છે.
