ચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ

શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ…

શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી ચાંદીનો જથ્થો મહેસાણા વેચવા જતા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. તપાસમાં આ ચોરીમાં વધુ ચાર આરોપીઓની સંડોવણી હોવાનું અને ટોળકીના અન્ય સુરતમાં સંતાયા હોવાની માહીતીને આધારે પોલીસે શોધખોળ હાથધરી છે.

મળતી વિગતો મુજબ સંત કબિર રોડ પર ચંપકનગરમાં અતુલભાઈ શક્તિ સિલ્વર નામના કારખાનામાંથી ગત.4 ફેબ્રુઆરીએ રાત્રે ક્રેટા કારમાં આવેલા તસ્કરોએ 11 જેટલા થેલા ભરેલા 140 કિલો ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. શક્તિ સિલ્વર નામની પેઢીમા થયલ ચોર સબંધે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એસ.જે.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ના અમદાવાદના સી/63, યમુનાનગર સોસાયટી, મધુવન સોસાયટીની પાસે, આદિશ્વર કેનાલ, નરોડા રહેતો મૂળ રાજસ્થાનના શિરોહીના વતની પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ (ઉ.વ-24)ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમા ગયેલ ચાંદીના અલગ અલગ દાગીના મળી કુલ વજન 40 કિલો 738 ગ્રામના મુદ્દામાલ કબજે કરાયો હતો.

પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ ની તપાસ દરમ્યાન એવી હકીકત જણાય આવેલ છે કે, પ્રદિપ પ્રજાપતિનો મામા નો દિકરો રાજસ્થાન શિરોહીનો હાલ વડોદરા રહેતો મુકેશ રામારામ પ્રજાપતિ જે અગાઉ અમદાવાદ શહેર ખાતે રામોલ, ઇસનપુર તેમજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. આ રીઢા ઘરફોડ ચોરે ઉપરોકત ઘરફોડ ચોરી કરી તે ઘરફોડ થી મેળવેલ ચાંદીના દાગીના પૈકી 40 કિલો ચાંદીના દાગીના ભરેલ થેલો સગેવગે કરવા સારૂૂ પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિને આપી ગયેલ હતો.

અમદાવાદના બ્રાન્ચે વોન્ટેડ આરોપી મુકેશ રામારામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ચોરીમાં ગયેલ ચાંદીના દાગીનાનો અન્ય મુદ્દામાલ પણ અત્રે અમદાવાદ શહેર બુલીયનના ધંધાર્થીને આપેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન ધ્યાને આવેલ હોય, વધુ મુદ્દામાલ રીકવર કરવા તથા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરની જુદી જુદી ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *