રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી એસઓજીએ ડાકલા વગાડવાનું કામ કરતા શખ્સને રૂૂ.1.82 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ આવતો હતો. ત્યારબાદ છૂટક પડીકી બનાવી તેનું વેચાણ કરતો હતો.
મળતી વિગતો મુજબ એસઓજીના સ્ટાફને મળેલી બાતમીને આધારે ભીમરાવનગર, માંડા ડુંગર પાસે રહેતા અશ્વિન ઉર્ફે જોગીડો પ્રવીણ સોલંકી (ઉ.વ.22,)ને ઝડપી લીધો હતો ડાકલા વગાડવાનું કામ કરતો અશ્વિન ગાંજો વેચતો હોવાની ચોક્કસ બાતમી મળતાં એસઓજીએ તેની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસે રહેલા કોથળાની તલાશી લેતા અંદરથી રૂૂ.1.82 લાખનો 3.646 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. રોકડ, મોબાઈલ અને ટુ-વ્હીલર મળી કુલ રૂૂા. 2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અશ્વિને ગાંજાનો વેપલો શરૂૂ કર્યો હતો.
રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ આવતો હતો. ત્યારબાદ છૂટક પડીકી બનાવી તેનું વેચાણ કરતો હતો. અત્યાર સુધી ત્રણ-ચાર વખત ગાજો લઈ આવ્યાનું કહી રહ્યો છે. ગાંજો ખરેખર કોની પાસેથી લઈ આવતો હતો તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં મધ્યમ અને અમીર વર્ગના બંધાણીઓ એમડી અને શ્રમિકવર્ગના બંધાણી મોટાભાગે ગાંજો ફૂંકવાનું પસંદ કરે છે. આ જ કારણથી આ બંને ડ્રગ્સની શહેરમાં સૌથી વધુ ડિમાન્ડ રહે છે, એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એસ.બી.ઘાસુરા તથા એ.એસ.આઇ. અરૂૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ,અમિતકુમાર ટુંડિયા , અનોપસિંહ ઝાલા , વિરભદ્રસિંહ ગોહિલ ,ધૃવરાજસિંહ ગોહિલ,મહાવિરસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
