કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા અને ગુનેગારો પર લગામ કસવા શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ-પેટ્રોલિંગ કરાયું હતું
રાજકોટ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ નાઈટ કરવામાં આવે છે. દરમિયાન ગઈકાલ રાત્રિના પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી જેમાં 25 શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે છરી સાથે છ શખસો અને દારૂૂ પી નીકળેલા 19 શખસોને ઝડપી લીધા હતા.
બી ડિવિઝન પોલીસે ત્રિવેણી ગેટ સંત કબીર રોડ પરથી રાજેશ વઢરૂૂકીયાને, કુવાડવા રોડ પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે કુવાડવા રોડ પરથી નવઘણ બોડા અને નવાગામ આણંદ પર ટ્રાન્સપોર્ટ નગરથી મહેશ સાગઠીયાને નશાની હાલતમાં ઝડપી લીધા હતા.
થોરાળા પોલીસે ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસેથી જીતેન્દ્ર ગોહિલ અને લાખાજીરાજ ઉદ્યોગ નગર ભરવાડવાળી શેરીમાંથી હરીશ ઘૂમડેને, ભક્તિનગર પોલીસે દેવપરા મેઈન રોડ પરથી પરવેજ બાભવાણીને અને સહકાર મેઈન રોડ ત્રિશુલ ચોક પરથી નિકુંજ ડોબરીયાને, માલવીયાનગર પોલીસે કે.કે.વી હોલની પાછળ આવેલ મફતીયા પરામાંથી યશપાલગીરી ગોસ્વામી અને નાનામવા રોડ અતિથિ ચોક પાસેથી નારુભા ચુડાસમાને, રાજકોટ તાલુકા પોલીસે ન્યુ 150 ફૂટ રીંગ રોડ ઠાકર ચોક બાજુમાં જેન્તી ગોહિલને અને વાવડી મેન રોડ પુનિત ટાંકાની સામેથી વિશાલ સરધારા અને પ્રતીક સરધારાને,ન્યૂ 150 ફૂટ રીંગ રોડ પરથી ભરત બહાદુર બુઢાને,વાવડી મેન રોડ પરથી કમલેશ ચાંડેગરા, ગાંધીગ્રામ પોલીસે ઇન્ડિયન આ ઓ.સી. ડેપોની સામે જામનગર રોડ પરથી લખમણ ખુંટીને, પ્ર. નગર પોલીસે કીટીપરા ગાયકવાડીમાંથી જયદીપ મલસાતરને , ભક્તિનગર પોલીસે જંગલેશ્વર એકતા કોલોનીમાંથી અશોક રાઠોડ અને પવનપુત્ર ચોક સુલભ શોચાલય પાસેથી કિશોર ચાવડાને, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતિયા પરા દશામાના મંદિર પાસેથી કિરીટ મકવાણાને પકડી પાડ્યા હતા.
શહેરમાં સામાન્ય બાબતમાં છરી સહિતના હથિયારો વડે હુમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી હોય ત્યારે પોલીસે છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા શખસો સામે પણ તવાઈ ઉતારી હતી. જેમાં બી ડિવિઝન પોલીસે અમરધામ સ્મશાન પાસેથી ખેંગાર સભાડને,થોરાળા પોલીસે રાજકોટ ભાવનગર રોડ આઈ.ટી.આઈ સામેથી વિશાલ મકવાણાને અને ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ પરથી પ્રભાત મકવાણાને, આજી ડેમ પોલીસે આજી ડેમ પોલીસ સ્ટેશનની અંદર ઇન્વેન્શન રૂૂમ ખાતેથી વિજય સોલંકી, ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી મનોજ રાઠોડ, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતિયા પરા દશામાના મંદિર પાસેથી વિજય વાજેલીયાને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પત્ની સાથેના ઝઘડામાં પતિ છરી લઈ પોલીસ સ્ટેશને અરજી કરવા પહોંચ્યો!
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં પત્ની સાથેના ઝઘડા બાબતે અરજી કરવા આવેલો વિજય રાયધનભાઈ સોલંકી (ઉ.વ 32 રહે.આજીડેમ ચોકડી પાસે, ભારતનગર નવદુર્ગા ચોક) ની વર્તણૂક શંકાસ્પદ જણાતા પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી છરી મળી આવી હતી.જેથી આજીડેમ પોલીસે છરી કબજે લઇ ગુનો નોંધ્યો હતો.
