રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા મોટી કામગીરી હાથ ધરતા સ્ટીલ વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર ઓપરેશન ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. ભાવનગર રેન્જના આઇ.જી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાના અનુસંધાને મિલકત સંબંધિત ગુનાઓ ડીટેક્ટ કરવા દિશા આપવામાં આવી હતી.
ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક પરાક્રમસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અને પો.ઇન્સ્પેકટર વી.એમ. કોલાદરાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમ્યાન જુની કાતર રોડ પાસે શંકાસ્પદ હિલચાલ જોવા મળી. તપાસ કરતાં ત્રણ શખ્સોને ગેલવેનાઇઝ પતરા અને પાઇપો સાથે પકડી પાડવામાં આવ્યા, જ્યારે એક આરોપી ફરાર થયો.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ ગીર સોમનાથ જિલ્લોના ધોકડવા ગામના સ્ટીલ વેપારી પાસેથી સરકારી ગૌશાળાના શેડ માટે સામાન મંગાવવાના બહાને ખોટા ચેક આપ્યા હતા. આ મુદામાલ પાલીતાણા વિસ્તારમાં વેચવાનો ઇરાદો હતો. આરોપીઓ પાસેથી કુલ 134 નંગ ગેલવેનાઇઝ પાઇપો અને પતરા મળી કુલ રૂૂ. 2,66,400/- તથા 3 મોબાઇલ અને એક કોરો ચેક મળી કુલ રૂૂ. 2,99,400/- નો મુદામાલ કબ્જે કરાયો.પકડાયેલા આરોપીઓ પાલીતાણા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે પાલીતાણા નિવાસી પંકજ ઉર્ફે જીગો નવાડિયા, વિજય ઉર્ફે ખીર પરમાર અને બાબુ ગોહીલ. અશરફ ઉર્ફે આપા જુણેજા ફરાર છે.
તપાસ દરમિયાન આરોપીઓએ અમરેલી, જાફરાબાદ, મહુવા અને તળાજા વિસ્તારોમાં પણ આ જ પદ્ધતિથી છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. ખોટા ૠજઝ નંબર અને ટઊં ઊક્ષયિિાંશિતય નામના ખોટા ચેક વડે વેપારીઓને વિશ્વાસમાં લઇ સરકારી કામના બહાને માલ મેળવી પછી અન્યત્ર વેચી દેવાની તેમની રીત હતી.
રાજુલા પોલીસ હવે અન્ય પીડિત વેપારીઓ અને ગુનાઓની કડી શોધી આગળની તપાસ હાથ ધરી રહી છે.
