રાજકોટ માર્કેટ યાર્ડની 1 વર્ષની આવક 41.52 કરોડ, 10.19 કરોડની બચત

જયેશ રાદડિયાનો ભરોસો સાર્થક, પાંચ વર્ષમાં જયેશ બોઘરાએ શિકલ બદલી નાખી 51 કરોડના વિકાસકાર્યો કર્યા અને હજુ 15 કરોડના કરાશે, સ્વ.વિઠ્ઠલભાઇની પ્રતિમા પણ મુકાશે સૌરાષ્ટ્રના…

જયેશ રાદડિયાનો ભરોસો સાર્થક, પાંચ વર્ષમાં જયેશ બોઘરાએ શિકલ બદલી નાખી

51 કરોડના વિકાસકાર્યો કર્યા અને હજુ 15 કરોડના કરાશે, સ્વ.વિઠ્ઠલભાઇની પ્રતિમા પણ મુકાશે

સૌરાષ્ટ્રના શિરમોર ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડમાં સહકારી નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાએ નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ તેના પરિણામો પણ સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ચેરમેન જયેશ બોઘરાએ રાજકોટ માર્કેટ યાર્ડની પ્રગતિમાં ઉતરોતર વધારો કરી તેના ઉપર સરકાર તથા સહકારી જગતે મુકેલો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવ્યો છે.

વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાએ તારીખ 02.12.2021 થી ચાર્જ સંભાળેલ છે. ચાલુ વર્ષ 2025-26 માં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ અનિયમિત(અતિવૃષ્ટિ-માવઠાં)ની સ્થિતિ વચ્ચે પણ માર્કેટયાર્ડની કુલ આવક 41.52 કરોડ થયેલ છે. જે ગત વર્ષ કરતાં વધારે છે.

ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા તેમના કાર્યકાળ દરમ્યાન અત્યારસુધીમાં અંદાજીત 51 કરોડના વિકાસના કામ કરવામાં આવેલ છે. તેમજ વર્ષ 2026-27 માં અંદાજીત 15 કરોડથી વધુના વિકાસના કામ કરવામાં આવનાર છે.
ચેરમેન જયેશભાઈ બોઘરાએ ચાર્જ સંભાળેલ તે સમય દરમ્યાન માર્કેટયાર્ડની કુલ આવક 26 કરોડની આસપાસ રહેતી હતી, જે વધારીને 41.52 કરોડ સુધી લઇ જવામાં આવી છે, જયારે પાંચ વર્ષ દરમિયાન કરોડો રૂૂપીયાના વિકાસકામો કરવા સાથે વર્ષ 2025-26 દરમિયાન રૂૂ.10.19 કરોડની બચત કરી પરિણામલક્ષી કામગીરી કરી છે.

ચેરમેન જયેશભાઈ બોધરા દ્વારા નાણાકીય વર્ષની શરૂૂઆતમાં જ વર્ષ દરમ્યાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે, આ લક્ષ્યાંક પાછળ સતત મોનીટરીંગ કરી લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર ડીરેકટર તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્વારા રાત-દિવસ મહેનત કરવામાં આવે છે.

આગામી દિવસોમાં રાજકોટ યાર્ડમાં નવા શેડ બનાવવા સાથે સહકારી ક્ષેત્રના કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની કાયમી સ્મૃતિ માટે તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.
પોપટભાઈ સોરઠીયા સબ માર્કેટયાર્ડ (જુના માર્કેટયાર્ડ) માં તબક્કાવાર રીનોવેશન કરવામાં આવેલ છે. તેમજ જુના માર્કેટયાર્ડમાં બાકી રહેલ કલરનું કામ હાથ ઉપર લેવામાં આવેલ છે. જુના માર્કેટયાર્ડ સંકુલમાં હયાત તમામ મેઈન રોડ કે જ્યાં ટ્રાફિક ભારણ વધુ રહેતું હોઈ ત્યાં આર.સી.સી. રોડ અને બાકીના રોડને ડામર રોડ બનાવવામાં આવેલ છે, તેમજ વધારાના ટોઇલેટ બ્લોક બનાવી તેનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપી સમગ્ર યાર્ડ સંકુલમાં સ્વચ્છતા બાબતે કડક ધોરણો અપનાવામાં આવેલ છે.

અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું
માર્કેટયાર્ડમાં કામ કરતાં લાયસન્સદાર હમાલ/મજુર/તોલાટ વ્યક્તિઓના આકસ્મિક અવસાન બદલ રૂૂપિયા 50,000 સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે.

છેલ્લા છ વર્ષના આવક-ખર્ચ બચતનું સરવૈયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *