રાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી 34 વર્ષની યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફતે સંપર્ક કરી…

રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી 34 વર્ષની યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફતે સંપર્ક કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેણીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી બાદમાં પોતે પ્રેમ કરે છે, કુંવારો છે, લગ્ન કરશે તેવા વચનો આપી યુવતિના ઘરે જ વારંવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં.જો કે હવે યુવતિએ લગ્ન કરી લેવાનું કહેતાં આ શખ્સે તેને તરછોડીને ભાગી ગયો હતો.આ શખ્સ પોતે પોલીસ કર્મચારી છે તેવું આ યુવતિને કહેતો હતો.તેની ફેસબૂક આઈડીને આધારે તેને શોધી કાઢવા તપાસ શરૂૂ થઈ છે.

વધુ વિગતો મુજબ,ભોગ બનનાર યુવતિ કે જે ખાનગી નોકરી કરે છે અને 34 વર્ષની છે તેમજ બીજા રાજ્યની વતની છે તેણીની ફરિયાદને આધારે અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ નામના શખ્સ વિરૂૂધ્ધ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી લીધાનો ગુનો નોંધ્યો છે.ભોગ બનનાર યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે બીજા રાજ્યની વતની છે અને હાલ રાજકોટમાં રહી નોકરી કરે છે.પોતે સોશિયલ મિડીયા ફેસબૂકનો ઉપયોગ કરે છે.આઠેક મહિના પહેલા ગત મે મહિનામાં પોતે ફેસબૂક સર્ચ કરી રહી હતી ત્યારે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.જે અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણના નામની હતી.

યુવતિએ આ ફ્રેન્ડરિક્વેસ્ટ એસેપ્ટ કરી હતી. સામેથી અમિતસિંગે પોતે પોલીસ કર્મચારી છે તેવી ઓળખ આપી હતી.આ પછી બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂૂ થઇ હતી.એ પછી અમિતસિંગે પોતે અપરિણીત છે અને તેણીને ખુબ પસંદ કરે છે, પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી હતી અને તેણીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.આ પછી અમિતસિંગે લગ્નનું વચન આપીને યુવતિના ઘરે આવ જા ચાલુ કરી હતી અને તેણી સાથે શરીર સંબંધ બંધવનું ચાલુ કર્યું હતું.

યુવતિએ શરૂૂઆતમાં ઇન્કાર કરતાં આપણે લગ્ન કરી જ લેવાના છે એવી વાત કરી હતી. આથી તેના પર તેણી એ વિશ્વાસ મુક્યો હતો.આ રીતે આ શખ્સે મે મહિનાથી લઈ ફેબ્રુઆરી સુધી અવાર નવાર દેહ સંબંધ બાંધી લીધા હતાં.પરંતુ હવે યુવતિએ લગ્ન કરી લેવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી.હવે આ યુવકનો સંપર્ક જ થતો ન હોઇ પોતાની સાથે ખોટુ થયાનું જણાતાં યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઈ ડી. એસ. ગજેરાએ ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *