ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગત તા. 23-12-24ના રોજ ગોંડલમાં પોલીસે દરોડો પાડી 29 હજારની કિંમતના 2.930 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જેની પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો રાજકોટના કણકોટના પાટિયા પાસે રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મુળ ટંકારાની પૂજા નરેન્દ્ર ભાડજા ઉર્ફે પૂજા પટેલે આપ્યો હોવાનું બન્ને શખ્સોએ કબુલ્યું હતું. આ પ્રકરણમાં છેલ્લા એક મહિનાથી ફરાર પૂજાને ગોંડલ પોલીસે કટારિયા ચોકડી પાસેથી ઝડપી લીધી હતી. પૂજા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવી તે મામલે વધુ તપાસ શરૂકરવામાં આવી છે. ગોંડલ પોલીસ મથકના પીઆઈ એ.સી. ડામોર સાથે પીએસઆઈ વી.જે. જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
ગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડ
ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ…