ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગત તા. 23-12-24ના રોજ ગોંડલમાં પોલીસે દરોડો પાડી 29 હજારની કિંમતના 2.930 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જેની પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો રાજકોટના કણકોટના પાટિયા પાસે રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મુળ ટંકારાની પૂજા નરેન્દ્ર ભાડજા ઉર્ફે પૂજા પટેલે આપ્યો હોવાનું બન્ને શખ્સોએ કબુલ્યું હતું. આ પ્રકરણમાં છેલ્લા એક મહિનાથી ફરાર પૂજાને ગોંડલ પોલીસે કટારિયા ચોકડી પાસેથી ઝડપી લીધી હતી. પૂજા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવી તે મામલે વધુ તપાસ શરૂકરવામાં આવી છે. ગોંડલ પોલીસ મથકના પીઆઈ એ.સી. ડામોર સાથે પીએસઆઈ વી.જે. જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.