ટંકારા નજીક રાજકોટના પરિવારને અકસ્માત નડયો: દાદા-દાદીને ઇજા, પૌત્રનું મોત

મોરબી જિલ્લાના ટંકારા પાસે રાજકોટ તરફ આવતા પુલ નજીક રીક્ષાને આઇસરના ચાલકે ઠોકર મારતા રીક્ષામાં સવાર કુવાડવાના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં દાદા-દાદી ને ઇજા…

મોરબી જિલ્લાના ટંકારા પાસે રાજકોટ તરફ આવતા પુલ નજીક રીક્ષાને આઇસરના ચાલકે ઠોકર મારતા રીક્ષામાં સવાર કુવાડવાના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં દાદા-દાદી ને ઇજા થઈ હતી.જ્યારે નવ વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે હાલ ટંકારા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.વધુ વિગતો મુજબ, કુવાડવા ગામે રહેતા હકાભાઇ રામાભાઇ માંગલીયા(ઉ.55),તેમના પત્ની લીલાબેન(ઉ.50) અને પૌત્ર હરી નવલ(ઉ.9) અને પરિવારના સભ્યો ગઈકાલે ટંકારાથી રાજકોટ તરફ રીક્ષામાં આવતા હતા ત્યારે ટંકારા નજીક પહેલા પુલ પાસે રીક્ષાને આઇસરના ચાલકે ઠોકરે લેતા તમામને ઇજા થઇ હતી.જેમાં નવલનું અહીં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

હરી બે ભાઈમાં નાનો હતો પિતા રીક્ષા ચાલક છે તેઓ ભંગાર વીણવા ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.આ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *