રાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારી

રાજકોટની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ ન ચુકવતા પોરબંદરના છાયા વિસ્તારમા રહેતા દિનેશ મનસુખભાઈ મોનાણીને નામદાર ફેમીલી કોર્ટે 580 દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે. રાજકોટના…

રાજકોટની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ ન ચુકવતા પોરબંદરના છાયા વિસ્તારમા રહેતા દિનેશ મનસુખભાઈ મોનાણીને નામદાર ફેમીલી કોર્ટે 580 દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે. રાજકોટના વતની રાજેશ્રીબેનને તેણીના પતિ દિનેશ મનસુખભાઈ મોનાણીએ માનસીક શારીરીક દુખત્રાસ આપી શ્વસુરગૃહેથી કાઢી મુકતા રાજેશ્રીબેન પોતાના પતિ વિરૂૂધ્ધ ભરણપોષણ મેળવવા અરજી કરેલ જેમા ભરણપોષણ પેટે માસિક અરજદાર નં.1 ને રૂૂા. 5000/- તથા પુત્રી તે અરજદાર નં.ર ને રૂૂા. 3000/- મંજુર થયા બાદ પણ સામાવાળા દિનેશ મનસુખભાઈ મોનાણીએ પોતાના પત્ની રાજેશ્રીબેનને તથા પુત્રીને કોઈપણ ચડત ભરણપોષણ ન ચુકવતા નામદાર ફેમીલી કોર્ટના જજ દેસાઈએ સામાવાળા દિનેશ મનસુખભાઈ મોનાણીને ચડયે ચડ્યુ ભરણપોષણની રકમ ન ભરતા કસુરવાન ઠેરવી 580 દિવસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર શ્રીમતિ રાજેશ્રીબેન તરફે લીગલ એઈડ પેનલ એડવોકેટ કિશન જી. રૂૂઘાણીની નિમણૂક થયેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *